Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મોરબીમાં આગમાં ૪ દુકાનો ખાક

 મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર યોગી કોમ્પલેક્ષમાં દરિયાલાલ સેલ્સ એજન્સી નામની દુકાનમાં આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા માલીક હરેશભાઇ કોટકની કોમ્પલેક્ષમાં આવેલી બે નીચેની અને બે ઉપરની મળી ચાર દુકાનો ખાક થઇ ગઇ હતી. ફાયર બ્રીગેડની ટીમે ૧૦ ફેરા કરી બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી જો કે, તે પૂર્વે ઉકત ચારેય દુકાનોમાં રહેલ માલ સામાન બળીને ખાક થઇ ગયો હતો. બાજુમાં આવેલી રઘુવીર પ્રોવીઝન નામની દુકાનને પણ નુકશાન થયું હતું. તસ્વીરમાં જે કોમ્પલેક્ષમાં આગ લાગી હતી તે નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ પ્રવિણ વ્યાસ મોરબી)

(4:02 pm IST)