Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મોરબી જિલ્લા કલેકટર તરીકે આર.જે.માંકડિયા

મોરબી તા. ૩ : રાજય સરકાર દવારા ૬૭ સનદી અધિકારીઓની બદલીના ઓર્ડર કર્યા છે.જેમાં મોરબી જિલ્લા કલેકટરમાં પણ કલેકટરની બદલી કરવમાં આવી છે.જિલ્લા કલેકટર આઈ કે પટેલ ની ખેડા જિલ્લામાં બદલી કરી તેમના સ્થાને આર.જે.માકડિયા ને મૂકવામાં આવ્યા છે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બદલીનો ઘાણવો ઉતાર્યો છે .

 મોરબીના લોકોમાં ભારે લોકચાહના ધરાવનાર આઇ.કે.પટેલની ખેડા બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને આર.જે.માકડિયા ની નિમણૂક કરવામાં આવી છે હવે તે ચાર્જ સંભાળશે.તો હળવદના ડેપ્યુટી કલેકટર અજય દાહયાને પણ પોરબંદરમાં ડીડીઓ તરીકે મૂકવામાં આવ્યા છે.

(4:01 pm IST)