Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ધોરાજી શ્રી બાલયોગી હનુમાનજી મંદિરે ૧૧૧ હનુમાન ચાલીસા હોમાત્મક મહાયજ્ઞ :

ધોરાજી, તા.૩ : દરબારગઢ પાસે આવેલ પ્રાચીન બાલયોગી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવ નિમિતે ૧૧૧ હનુમાન ચાલિસા હોમાત્મક મહાયજ્ઞ   સવારનાં પાંચ વાગ્યાથી રાત્રીના ૭ વાગ્યા સુધી સળંગ ૧૪ કલાક મહાયજ્ઞ ચાલેલ.

આ મહાયજ્ઞમાં માહીતીખાતાના અધિકારી બી.ટી.ઠુંમર જેતપુર- કિશોરભાઇ રાઠોડ, દિલીપભાઇ શેતવાણી -ચુનીભાઇ સંભવાણી, જેન્તીભાઇ પારવણી વિગેરે ૮ ફેમેલી મહાયજ્ઞના યજમાન પદે બેઠા હતા અને શાસ્ત્રી પરેશભાઇ જોષી, સુરેશભાઇ દવે દ્વારા વૈદીક મંત્રોચાર સાથે મહાયજ્ઞ સંપન્ન થયેલ જેમાં મહાયજ્ઞ સવારે પ કલાકે વૈદીક મંત્રોચાર સાથે પ્રાંરભ થયેલ અને ૧૧૧ હનુમાન ચાલિસાનો પાઠ સાથે હોમ થયેલ જે સાંજે ૭ કલાકે પૂર્ણ થયેલ. બાદ મહાઆરતી બાદ જૈન સમાજની વાડીમાં મહાપ્રસાદમાં ભાઇઓ તથા બહેનો હજારોની સંખ્યામાં લાભ લીધેલ.

આ સમયે ડે.કલેકટર તુષાર જોષી-સિરેસ્તેદાર એરડા વિગેરે ઉપસ્થિત રહેલ હતા. શ્રી બાલયોગી હનુમાનજી મંદિરનો ૧૧૧ હનુમાન ચાલીસા હોમાત્મક મહાયજ્ઞ - ૨૧ મો પાટોત્સવને સફળ બનાવવા માટે રાજુભાઇ પઢીયાર, બીપીનભાઇ મકવાણા, રાજુભાઇ પોપટ, રોહીતભાઇ પઢીયાર, વિશાલભાઇ રાંદડીયા, અરવિંદભાઇ કાનાણી, ભાવેશ પઢીયાર, અક્ષય પઢીયાર, નીતીનભાઇ કારીયા (રાજકોટ) જીજ્ઞેશ સોલંકી, નિલેષ મકવાણા દિપકભાઇ ગોંડલીયા, ભુરાભાઇ ગોંડલીયા, લાલભાઇ રાદડીયા, ચિરાગભાઇ સોલંકી (સુરત) પિન્ટુભાઇ સુચક સહીતના અગ્રણીઓએ જહેમત ઉઠાવેલ હતી.

(12:58 pm IST)