Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ગોંડલના વાસાવડમાં ગોવિંદભાઇના મકાનમાં આગઃ રોકડ અને ઘરવખરી ખાક

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણઃ રૂ. ૪૦ હજાર રોકડા બળી ગયાઃ ૧૬ વર્ષના કિશોરને શોર્ટ લાગતા સારવારમાં

જયાં આગ લાગી તે મકાન અને બાજુમાં બળી ગયેલ ઘરવખરી નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

ગોંડલ, તા., ૩: ગોંડલતાલુકાના વાસાવડ ગામે ખાટપરામાં રહેતા કોળી પરિવારના મકાનમાં સવારનાં સુમારે આગ ભભૂકી ઉઠતાં તમામ ઘરવખરી બળીને ભસ્મીભૂત થઇ જવા પામી હતી.આ ઉપરાંત ૪૦ હજાર રોકડા પણ બળી જતાં શ્રમિક પરિવાર દ્વિધામાં મૂકાઇ જવા પામ્યો છે પ્રાપ્ત વિગતો મુજબ વાસાવાડા રહેતા અને મજુરીકામ કરતાં ગોવિંદભાઈ નાનજીભાઈ બાવળીયા કોળી ના મકાનમાં સવારના સુમારે આગ ભભૂકી ઉઠતાં આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી પરંતુ તે દરમિયાન મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ થઇ જવા પામી હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી .

 ગોવિંદભાઈ અને તેના પત્ની અમરેલી જઈ રહ્યા હોય અને તેમની પુત્રી પાડોશમાં કામે ગઈ હતી જયારે પુત્ર પણ બહાર હોય આગનો બનાવ બન્યો હતો દરમિયાન પુત્ર કિશોર ઉંમર વર્ષ ૧૬ આવી જતાં તે પણ પાણી છાંટવા લાગ્યો હતો ચાલુ શોર્ટસર્કિટ પાણીનો છંટકાવ કરતા તેને શોટ લાગતા તેના પગમાં ઇજા થઇ હતી. ઘરમાં રાખેલ કપડાં રૂ ૪૦૦૦૦ પણ આગમાં બળી જતા કોળી પરિવાર દ્વિધામાં મૂકાઇ જવા પામ્યો છે.

(12:57 pm IST)