Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મોરબીમાં ચાલુ કારમાં આગ લાગી ચાલકનો બચાવ

મોરબી તા. ૩: નવલખી રોડ પર આજ સવારના સમયે જી.જે. ર૧ એમ નંબરની એસ્ન્ટ કાર પસાર થોઇ રહી હતી ત્યારે કોઇ કારણોસર કારમાં શોર્ટ સર્કીટ થતા કારના આગળના ભાગમાં આગ લાગી હતી અને કારચાલક મુકેશભાઇને તેની જાણ થઇ જતા તે તરત જ કારમાંથી નીચે ઉતરી ગયો હતો પણ કાર હાઇવે પર હોવાથી લોકોના ટોળા એકત્રિત થયા હતા.

ઘટનાની જાણ થતા મોરબીના ફાયરની ટીમના સલીમભાઇ, રવિ નાગર અને રામવતભાઇ સહિતની ટીમ ત્યાં દોડી આવી હતી અને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો કારમાં કેટલા લોકો બેઠા હતા અને કાર કયાંથી કયાં જઇ રહી હતી તે જાણવા મળ્યું નથી પણ આગમાં કોઇ જાનહાની નહીં થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. (૭.ર૬)

(12:56 pm IST)