Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

જામનગરમાં આયસર ચાલકે રિક્ષાને હડફેટે લેતા હિરેનભાઇ ચાંદ્રાનું મોતઃ રને ઇજા

જામનગરઃ તસ્વીરમાં અકસ્માતમાં મોત થયેલ યુવક તથા ઇજાગ્રસ્ત નજરે પડે છે. (૪.૬)

 

જામનગર, તા., ૩: જામનગરમાં ઓટો રીક્ષાને આયસર ચાલકે હડફેટે લેતા હિરેનભાઇ ચાંદ્રાનું મોત થયું હતું. જયારે બે વ્યકિતને ઇજા થતા સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહીતી મુજબ અહી જામ પંચ બી પોલીસ સ્ટેશનમાં મહેશભાઇ જેન્તીભાઇ ચાન્દ્રાએ ફરીયાદ નોંધાવી છેકે આઇશર નં. જી.જે. ૩ ડબલ્યુ ૭૪૭૧ના ચાલકે પોતાનું આઇશર પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી મહેશભાઇના દિકરાને ઓટો રીક્ષા નં. જીજે ૧૦ ટીવી ૩૧૩૩ ને હડફેટે લેતા હેીરેનભાઇના માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજાવી તથા ફરીયાદી મહેશ તથા સાહેદ મીતેશભાઇને નાની-મોટી ઇજા કરી આરોપીએ પોતાનું આઇસર લઇ નાશી જઇ ગુનો કરેલ છે.

ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં જયેશભાઈ પોલાભાઈ બંધીયા એ ફરીયાદ નોંધાવી છે કે, મેઘપરના આંબરડી ગામે આ કામના આરોપી બળદેવસિંહ લખુભા જાડેજા, નું જેસીબી વડે ફરીયાદી જયેશભાઈના ખેતર તરફ જવાના જુના મારગમમા ખોદ કામ કરતા હોય અને રસ્તો ખોદી નાખતા હોય જે અંગે સમજાવવા જવા બાબતે નો ખાર રાખી આ કામના આરોપીઓ મુનાભાઈ વિક્રમસિંહ જાડેજા, પપ્પુભાઈ વિક્રમસિંહ જાડેજા, રે. ધ્રાફા ગામઃ તા.જામજોધપુરવાળા ઓએ જેમફાવે તેમ ભુંડી ગાળો કાઢી બળદેવસિંહ તથા મુનાભાઈ એ હાથમા પથ્થર ઉપાડી ફરીયાદ જયેશભાઈના માથાના ભાગે કપાળ પાસે તથા આંખ પાસે મારતા ફુટ થતા તથા લોહી નીકળતા તથા આ કામના આરોપી પપ્પુભાઈએ પાણીનો વાલ ખોલવાનું પાનુ (ચાવી) વડે સાથળના ભાગે તથા વાંસાના ભાગે મારી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદગારી કરી જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એમ.સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

હરીપર ગામેથી સગીરાનું અપહરણ

મુળ મઘ્યપ્રદેશ અને હાલ હરીપર ગામે રહેતા વ્યકિતએ લાલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૩૧ ના રોજ આ કામેના આરોપી રાજુ વેસતા બીલવાડ રહે. એમ.પી.વાળાએ હાલ ઈશ્વરીયા ગામવાળાએ ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ જઈ ગુન્હો કરેલ છે.

પેટમાં દુઃખાવો ઉપડતા મોત

સુવરડા ગામે રહેતા બિજલભાઈ મૈયાભાઈ સરસિયા એ પોલીસમાં જાણ કરી  છે કે ચીનાભાઈ હદાભાઈ સરસિયા ઉ.વ.પર, રે. સુવરડા ગામ, તા.જિ. જામનગરવાળા ને પેટમાં દુઃખાવો થતો હોય અને પેસાબ બંધ થઈ જતા જી.જી.હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

માનસીક બિમારીથી કંટાળી ગળાફાંસો

અહીં ધુંવાવ ગામે રહેતા મનોજભાઈ હરસુખભાઈ ચાવડા એ પોલીસમાં જાહેર કરેલ છે કે, હિતેષભાઈ હરસુખભાઈ ચાવડા, ઉ.વ.ર૯, રે. ધુંવાવ ગામ, તા.જિ. જામનગરવાળા ને માનસિક બિમારીના કારણે પોતાના હાથે ગળે ફાંસો ખાઈ જતા મરણ ગયેલ છે.

પીઠડ ગામે જુગાર રમતા સાત ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. એ.બી.ચાવડાએ ફરીયાદ નોંધાવી છે કે, પીઠડગામ, બાલંભા માં આ કામના આરોપી શકિતસિંહ ઉર્ફે કચુભા વસુભા જાડેજા એ પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો ભેગા કરી પોતાના અંગત ફાયદા માટે નાલ કાઢી ગંજી પતાના પાના વડે પૈસા વડે તીન પતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી જુગારના આખાડામાં ચલાવી રેઈડ દરમ્યાન ભરત મોહનભાઈ જીવાણી, અમીન આબ્રાહમભાઈ કમોરા, બ્રીજરાજસિંહ રણજીતસિંહ જાડેજા, દુલબજીભાઈ મહાદેવભાઈ ઘોડાસરા, ઈબ્રાહીમ ગુલાબભાઈ ચૌહાણ, ધારેશ ભીમજીભાઈ ચનીયારા, રોકડા રૂ.પર૦૪પ તથા પ્લાસ્ટીકનની પેટી કીંમત રૂ. ર૦,તથા ગંજીપતા નંગ પર તથા ધાબળો તથા મોબાઈલ નંગ–૬, કિંમત રૂ.૮૦૦૦ મળી કુલ રૂ. ૬૦૦૬પ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.(૨૧.૧૫)

(12:54 pm IST)