Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

જામનગરમાં ૪ જગ્યાએ એસ.ટી. બસ ઉપર પથ્થરમારો - ટાયરો સળગાવનાર ટોળા સામે ગુન્હો

જામનગર તા. ૩ : જામનગરમાં દલિત સમાજ ૪ જગ્યાએ એસ.ટી. બસ ઉપર પથ્થરમારો અને ટાયરો સળગાવવાની ઘટનામાં ૪ જગ્યાએ ટોળા સામે ગુન્હો દાખલ કરાયો છે.

જામનગર સીટી બી ડિવિઝનના વસંતભાઈ રામજીભાઈ ગામેતીએ દેવશીભાઈ ધુલીયા અને તેની સાથેના ૮ થી ૧૦ અજાણ્યા માણસોના ટોળા સામે ફરીયાદ નોંધાવી છે કે, નાગનાથ ગેઈટ સર્કલ પાસે આરોપીઓએ પોતાનો ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદે મંડળી રચી જાહેર રોડ ઉપર ટાયરો સળગાવી જાહેર રોડ પર અડચણ ઉભી કરી રસ્તે જતા અને આજુબાજુમાં રહેતા માણસોને સામાન્ય રીતે હાની પહોંચે અને ત્રાસ પહોંચે તે રીતે ટાયરો સળગાવી ત્રાસદાયક કૃત્ય કરી ભય ઉભો કરી સરકારી મિલ્કતને નુકશાન કરી નાશી જઈ ગુન્હો કરેલ છે.

એસ.ટી.માં ફરજ બજાવતા પ્રકાશ ભોવાનભાઈ ગુજરાતી ઉ.વ. ૩૪ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, જુના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભીમવાસ શેરી નં. ૧ અને ર ની સામેના ભાગે રોડ પર દિપક ચકુભાઈ રાઠોડ, કિશન બુધભાઈ ચાવડા, જયેશ કાનજીવાઘેલા, પટૃ ઉર્ફે બટૃ કિશોરભાઈ પરમાર, રાજુ દેવશી જાદવ, લાલો લખુભાઈ, રમેશ ભીમજી શીંગરીખીયા, રાજુ સુરેશ પરમાર, અનીલ સ.ુરેશ ખીમસુરીયા, યોગેશ નાનજી ખીમસુરીયા તેમજ બીજા ૯૦ જેટાલ અજાણ્યા માણસોએ એક સંપ કરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદે મંડળી રચી ફરીયાદીની ફરજમાં રૂકાવટ કરી જાહેર રોડ ઉપર રાજકોટ તરફ જતા રોડ પર ટાયરો સળગાવી રસ્તો રોકી ફરીયાદીની એસ.ટી.બસ જી.જે.૧૮–વાય–૯૦૯૮ મા બેઠેલ મુસાફરોના જીવ બચાવવા માટે બસ રોંગ સાઈડથી બાજુમાં રોડ પર હંકારતા ટોળાના માણસોએ બસમાં બેઠેલ ફરીયાદીને તથા પેસેન્જરોનજે નીશાન બનાવી પથ્થરમારો કરતા જે પથ્થરમારાથી બસ ઉપરનો કાબુ ગમાવી બેસે તેવી પરિસ્થિતિમાં સતત બસ પર પથ્થરો મારી અને બસ ઉપરનો કાબુ ગુમાવી બેસે તો ફરીયાદી તેમજ પેસેંન્જરો તથા રાહદારીઓના મોત નીપજી શકે તેવું જાણતા હોવા છતા ઈરાદા પૂર્વક પથ્થર મારો કરી બસના કાચ  તોડી સરકારી મિલ્કતને નુકશાન કરી ગુન્હો કરેલ છે.

દિગ્વિજય પ્લોટ

એસ.ટી.માં ફરજ બજાવતા ભગવાનજીભાઈ પુંજાભાઈ સદાદીયા જાતે કોળી ઉ.વ. પ૬ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, દિગ્વિજય પ્લોટ રોડ પર ૪૦ થી પ૦ જેટાલ અજાણ્યા માણસોએ એક સંપ કરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદે મંડળી રચી ફરીયાદીની ફરજમાં રૂકાવટ કરી જાહેર રોડ ઉપર પર ટાયરો સળગાવી રસ્તો રોકી ફરીયાદીની એસ.ટી.બસ જી.જે.૧૮–વાય–૮૮૮પ મા બેઠેલ મુસાફરોના જીવ બચાવવા માટે બસ રોંગ સાઈડથી બાજુમાં રોડ પર હંકારતા ટોળાના માણસોએ બસમાં બેઠેલ ફરીયાદીને તથા પેસેન્જરોનજે નીશાન બનાવી પથ્થરમારો કરતા જે પથ્થરમારાથી બસ ઉપરનો કાબુ ગમાવી બેસે તેવી પરિસ્થિતિમાં સતત બસ પર પથ્થરો મારી અને બસ ઉપરનો કાબુ ગુમાવી બેસે તો ફરીયાદી તેમજ પેસેંન્જરો તથા રાહદારીઓના મોત નીપજી શકે તેવું જાણતા હોવા છતા ઈરાદા પૂર્વક પથ્થર મારો કરી બસના કાચ  તોડી સરકારી મિલ્કતને નુકશાન કરી ગુન્હો કરેલ છે.

પ્લોટ પોલીસ ચોકી

એસ.ટી.માં ફરજ બજાવતા અમરશીભાઈ વશરામભાઈ સોલંકી ઉ.વ. પ૪ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, જુની પ્લોટ પોલીસ ચોકી પાસે ભાગે રોડ પર ૪૦ થી પ૦ માણસોના ટોળાએ એક સંપ કરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદે મંડળી રચી ફરીયાદીની ફરજમાં રૂકાવટ કરી જાહેર રોડ ઉપર ટાયરો સળગાવી રસ્તો રોકી ફરીયાદીની એસ.ટી.બસ જી.જે.૧૮–વાય–૭૪૧૬મા બેઠેલ મુસાફરોના જીવ બચાવવા માટે બસ રોંગ સાઈડથી બાજુમાં રોડ પર હંકારતા ટોળાના માણસોએ બસમાં બેઠેલ ફરીયાદીને તથા પેસેન્જરોનજે નીશાન બનાવી પથ્થરમારો કરતા જે પથ્થરમારાથી બસ ઉપરનો કાબુ ગમાવી બેસે તેવી પરિસ્થિતિમાં સતત બસ પર પથ્થરો મારી અને બસ ઉપરનો કાબુ ગુમાવી બેસે તો ફરીયાદી તેમજ પેસેંન્જરો તથા રાહદારીઓના મોત નીપજી શકે તેવું જાણતા હોવા છતા ઈરાદા પૂર્વક પથ્થર મારો કરી બસના કાચ  તોડી સરકારી મિલ્કતને નુકશાન કરી ગુન્હો કરેલ છે.(૨૧.૧૪)

(12:54 pm IST)