Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

જૂનાગઢ કલેકટર, ડીડીઓ, મ્યુનિ. કમિશ્નરની બદલી

જુનાગઢ, તા. ૩ : રાજય સરકારે ૩૦ કલેકટરો અને રર ડીડીઓ સહિત ૬૭ આઇએએસની બદલી કરતા જેમાં જુનાગઢ કલેકટર, ડીડીઓ અને મ્યુનિ. કમિશ્નરનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત સરકારે જુનાગઢ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાની રાજકોટ કલેકટર તરીકે બદલી કરી છે. ડો. ગુપ્તાની જગ્યાએ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ડ . સૌરભ પારધીને મૂકવામાં આવેલ છે.

જયારે જુનાગ ડીડીઓ તરીકે છોટાઉદેપુરના આસી. કલેકટર પ્રવિણ ચૌધરીને મૂકવામાં આવ્યા છે.

જુનાગઢના મ્યુનિ. કમિશ્નર વી.જે. રાજપુતની બદલી કરવામાં આવી છે તેમની જગ્યાએ વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર પી.એલ. સોલંકીને મૂકવામાં આવ્યા છે.

નવા અધિકારીઓ એક-બે દિવસમાં ચાર્જ સંભાળી નવી ફરજના શ્રી ગણેશ કરશે.(૮.૧૧)

(12:53 pm IST)