Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મોરબીમાં શાળાઓમાં હનુમાન જયંતીની ઉજવણી

 મોરબીમાં હનુમાન જયંતી નિમિતે હનુમાન મંદિરોમાં સવારથી ભકતોની ભીડ ઉમટી હતી શહેરના મણીધર હનુમાનજી મંદિરે સવારથી યજ્ઞ, પ્રસાદ અને સાંજે શોભાયાત્રા કાર્યક્રમ યોજાયા હતા તે ઉપરાંત ચકીયા હનુમાનજી મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમજ સામાકાંઠે રામકૃષનગર ખાતેના હનુમાનજી મંદિરે પણ ઉજવણી કરવામાં આવી હતી. ખત્રીવાડ મિત્ર મંડળ દ્વારા કેક કાપીને હનુમાન જયંતીની ઉજવણી કરી હતી અને શોભાયાત્રા યોજવામાં આવી હતી મોરબીની રાધેક્રિષ્ના વિદ્યાલય અને લીટલ ફલાવર્સ પ્રી સ્કૂલમાં આજે હનુમાન જયંતી નિમિતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં હનુમાનજીની વેશભૂષા સાથે ભૂલકાઓ હાજર રહ્યા હતા જયારે નવયુગ સંકુલ ખાતે સંસ્થા પ્રમુખ દ્વારા સુંદરકાંડ પાઠ અને મારૂતિ યજ્ઞ યોજવામાં આવ્યા હતા. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)(૨૧.૧૭)

(12:53 pm IST)