Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મોરબી ટેકાના ભાવથી ખરીદ કરેલ મગફળીના બાકી નાણા ચૂકવવા રજૂઆત

મોરબી તા. ૩ :.. માર્કેટીંગ યાર્ડના પ્રમુખ મગનભાઇ વડાવીયાએ મુખ્યમંત્રી રૂપાણીને મોરબી પંથકના ખેડૂતોની ટેકાના ભાવથી ખરીદેલ મગફળીના નાણા ચુકવવા રજૂઆત કરી છે.

મોરબી-માળીયા (મીં.) તેમજ ટંકારા એમ ત્રણ તાલુકા વચ્ચે મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે શ્રી લખતર ખેત ઉત્પાદન ખરીદ - વેચાણ સહકારી મંડળી લી. દ્વારા મગફળીની ખરીદીનું સેન્ટર ચાલુ હતું.

જેમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવથી નવેમ્બર-ડીસેમ્બર માસમાં મગફળીની ખરીદી થયેલ. જેના નાણા આજદિન સુખી ખેડૂતોના ખાતામાં જમા થયા નથી. ખેડૂતોને હાલમાં બેંક માં તેમજ સહકારી મંડળીઓમાં ધિરાણ ભરવાનો સમય હોવાથી નાણાની તાત્કાલીક જરૂરત હોઇને અને આ ધિરાણ સમય મર્યાદામાં ભરપાઇ થઇ જાય અને  અને ખેડૂતોને વ્યાજ ભરવાનો બોજ ભોગવવો ન પડે તેથી મગફળીના નાણા તાત્કાલીક ધોરણે ચુકવવા વડાવીયાએ તેમજ ખેડૂતોને શહન શકિતની મર્યાદા આવી ગઇ હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે. (પ-૧૪)

(12:53 pm IST)