Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મોરબી સિરામીકમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ તરીકે મુકેશભાઇ ઉધરેજા

મોરબી તા.૩ : વર્ષેદહાડે અબજો રૂ.નું ટર્ન ઓવર કરવા સાથે સરકારને કરડોડો રૂ.નો ટેક્ષ હુંડીયાપણ રળી આપતા અને પ્રત્યક્ષકે પરોક્ષ રીતે પ લાખથી વધારે લોકોને રોજીરોટી પુરી પાડતા સિરામીક ઉદ્યોગ જગતના વિટ્રીફાઇ એસો.ના પ્રમુખ તરીકે મુકેશભાઇ ઉધરેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

પૂર્વ પ્રમુખ કે.જી.કુંડારીયાનો વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યા બાદ મુકેશભાઇ નિમણુંક કરવામાં આવી હતી.

મુકેશભાઇ યુવા ઉદ્યોગપતિ, સાહસિક અને દુરટ્રસ્ટા હોવા ઉપરાંત તેઓ ૧૪-૧૪ વર્ષ સુધી મોરબી સિરામીક એસો.ને અનન્ય સેવાઓ પુરી પાડનારા પ્રમુખ વેલજીભાઇ ઉધરેજા (બોસ)ના ભત્રીજા અને મોરબીના અગ્રણી ઉદ્યોગૃહોમાની હરોળમાં આવતા બોસ અને કલ્યાણગ્રુપના અગ્રણી સંચાલક છે. તેઓ યુવા ઉદ્યોગપતિઓ સાથોસાથ વડિલ વર્ગમાં પણ ખુબ સારી ચાહના ધરાવે છે. શાંત સરળ સ્વભાવના મુકેશભાઇએ ઉદ્યોગક્ષેત્રે પણ હરણફાળ ભરી છે.

પોતાના મોરબી સિરામીક ઉદ્યોગ જગત માટેના વિઝન વિશે જણાવતા મુકેશભાઇ ઉદ્યોગપતિમાં નાની-મોટી સમસ્ટાઓને દુર કરી સહુને સાથે રાખી વિશ્વાસમાં લઇ ઉદ્યોગ જગતની પ્રગતિને આગળ વધારવાનું જણાવે છે આજે મોરબી પંથકમાં સિરામીક ઉદ્યોગ જગત દ્વારા પ્રદુષણની કયારેક ઉઠતી ફરીયાદો પણ તેમનાથી અજાણ ન હોય તેમ તેઓ સિરામીક ધન કચરાના નિકાલ સહિત અન્ય પ્રદુષણો સામે પણ ઉદ્યોગ જગત વધુમાં વધુ જાગૃતિ લાવવા સાથે સિરામીક ઉદ્યોગબેલ્ટમાં ટ્રાફીકની સમસ્યા ટુટેલા રોડ રસ્તા બાબતે તંત્ર સાથે મળી શકય તેટલો ઉકેલ લાવવા કટીબધ્ધ કે પર્યાવરણ પ્રેમી હોવાના નાતે રોડરસ્તાની બન્ને બાજુમાં નવીકરણ થાય તેવી પણ ઇરછા ધરાવે છ.ેસિરામીક ઉદ્યોગજગત દ્વારા મોરબીમાં ઉદભવતી સમસ્યા અને શહેરી સમસ્યાની દિશામાં પણ તેઓ પોઝીટીવ થીકિંગ ધરાવતા હોવાનું જણાવ્યૂં છ.ે ઉદ્યોગ જગતને નર્મદાનું પાણી મળી રહે તેવુ ઇચ્છે છે. પ્રમુખ ઉપરાંત કારોબારી સભ્યોની નિમણુક પણ કરવામાં આવી હતી આ તકે પ્રમુખ અને તમામ સભ્યોએ તમામે સાથે મળી ઉદ્યોગના હિતની દિશામં કામ કરવા તૈયારી દેખાડી હતી. (૬.૧૮)

(12:57 pm IST)