Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ચોટીલામાં દૂકાન બંધ કરાવવા નીકળેલા ટોળાએ મોચી મહિલાને ધોકો ફટકાર્યો

હીનાબેન ચાવડાને રાજકોટમાં સારવાર અપાવાઇ

રાજકોટ તા. ૩: ચોટીલામાં ગઇકાલે બંધના એલાન સંદર્ભે બપોરે બંધ કરાવવા નીકળેલા ટોળાએ મોચી મહિલાની દૂકાનમાં તોડફોડ કરી તેના માથામાં ધોકો ફટકારી દેતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

ચોટીલામાં બસ સ્ટેશન પાછળ ધારસી બાપુની જગ્યા સામે રહેતાં અને કટલેરીની દૂકાન ચલાવતાં હીનાબેન ભરતભાઇ ચાવડા (ઉ.૩૨) નામના મોચી મહિલા ગઇકાલે બપોરે પોતાની દૂકાને હતાં ત્યારે ટોળુ બંધ કરાવવા આવતાં તે દૂકાન બંધ કરી રહ્યા હતાં ત્યારે ટોળાએ તોડફોડ શરૂ કરી દેતાં તેને અટકાવવા પ્રયાસ કરતાં એક શખ્સે માથામાં ધોકો મારી દેતાં ઇજા થતાં ચોટીલા સારવાર લઇ રાજકોટ દાખલ થયા હતાં.  હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. હીનાબેને રાત્રે જ રજા લઇ લીધી હતી.

(12:10 pm IST)