Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ઘોઘા-દહેજ ફેરી સર્વીસ : દરીયાઇ માર્ગે પરિવહનના દ્વાર ખુલ્યા

૭૦ વર્ષે મરીન કારગોમાં કૌશલ્ય બતાવાયુ * ટાંચા સાધનો વચ્ચે પણ શરૂઆત સારી * બરોડાથી મુંબઇ પહોંચવુ ખુબ આસાન * હવે પોરબંદર-મુંબઇ વચ્ચે ફેરી શરૂ કરવામાં રાહ કોની? : વિકાસની કેડીએ આરંભાયેલા કદમોને વધાવતા નિવૃત્ત એન્જીનીયર બિપીનભાઇ રેલીયા ૩૪૦ કિ.મી.નું અંતર દરિયાઇ માર્ગે ૩૦ કિ.મી. કરી નાખતી બોટ સફર એક વખત અચુક માણવા જેવી

રાજકોટ તા. ૩ : ઘોઘા - દહેજ ફેરી સર્વીસ શરૂ થતા ગુજરાતના વિકાસમાં એક મોરપીંછ ઉમેરાયાનો આનંદ રાજકોટના નિવૃત્ત એન્જીનીયર બિપીનભાઇ રેલીયાએ વ્યકત કર્યો છે.

આ યોજના ફાયદા અને કેટલીક ઋટીઓ અંગે વિસ્તૃત વિશ્લેષણ કરતા તેઓએ જણાવ્યુ છે કે ઘોઘા-દહેજ ફેરી સર્વીસથી ૭૦ વર્ષે દરીયાઇ માર્ગે પરિવહનના દ્વાર ખુલ્લા થયા છે. ટાંચા સાધનો વચ્ચે પણ શરૂઆત સારી કરીને કૌશલ્યતા પુરવાર કરી બતાવાઇ છે.

આ મુળ યોજના ટ્રક મુઇાફર વહન કરવાની છે. જેમાં હાલ ફેઇસ-૧ થી બોટ શરૂ કરાતા ઘોઘાથી દહેજ મુસાફરો જઇ શકે છે. આ અંતર ફકત ૩૦ કિ.મી. છે. જે દોઢ કલાકમાં પહોંચાડે છે. ઓનલાઇન બુકીંગ રૂ.૫૦૦ માં થાય છે. આનંદ માણવા એક સફર કરવા જેવી!

ભાવનગરથી ભરૂચ ૩૪૦ કિ.મી. માર્ગ પરિવહન થાય છે. જે ૭ કલાક સમય લ્યે. વળી માર્ગ પરિવહનમાં રોજ ૧૨૦૦૦ મુસાફરોની આવ-જા થવામાં ૫૦૦૦ થી વધારે વાહનો રોડ ઉપર ઉતરે. એટલે ટ્રાફીક સમસ્યા પણ રહે.

હવે જો ભારતના વિશાળ દરિયાકાંઠા તરફ નજર દોડાવીએ તો દરિયાઇ માર્ગે પરિવહનથી મોટો ફાયદો થઇ શકે. મરીન કારગો આપણું સફળ કદમ છે. આમ તો આપણી દરખાસ્ત ૧૨૦૦ ટ્રક અને ૬૦૦ પેસેન્જર સુધીની છે પરંતુ ટાંચા સાધનોના કારણે આ લક્ષ્ય દુર છે. છતા મરીન પરિવહનનો ફણગો ફુટયો જ છે તો વિકાસની કેડીએ દોડવાનો પુરો અવકાશ છે. વડાપ્રધાનશ્રી મોદીજીની આ યોજનાને સાકાર કરવા આપણે પણ સહભાગી બનીએ.

યોજનાનો મુળ હેતુ હીરા ઉદ્યોગના કુટુંબોને પરિવહન ઉપરાંત ખેત ઉત્પાદનની માર્કેટ મુંબઇ અને પુનામાં મળે તે ખાસ છે. સૌથી વધારે શાકભાજી સમયસર અને તાજા મુંબઇ પહોંચે તો ભાવ સારા મળી શકે. એક ઉદાહરણ જોઇએ તો રાજકોટના કુવાડવાની કોથમરી ટ્રક ભરાઇને મુંબઇ પહોંચે છે. કોથમરી ઝડપથી બગડી ન જાય તે માટે ટ્રક બરોડા થઇ નોન સ્ટોપ મુંબઇ પહોંચાડવામાં આવે છે. જે ફેરી સર્વીસના કારણે આથી પણ વહેલા સમયમાં પહોંચી શકશે.આમ ટ્રક સહીતની ફેરી સર્વીસનો હેતુ ખેતી ઉત્પાદન અને એન્જીનીયરીંગ પ્રોડકટસની ફેરીમાં સમય બચી શકશે.

ભવિષ્યમાં પોરબંદર-મુંબઇ વચ્ચે ફેરી સર્વીસ પણ વિચારણામાં છે. ત્યારે તેમાં શેની રાહ જોવાઇ રહી છે? તે વિચારવું રહે. ભારત સરકારે પ્રથમવાર ક્રુઝ સર્વીસ સહેલાણીઓ માટે ચાલુ કરી છે. ત્યારે દરિયાઇ માર્ગે પરિવહન આગળ વધે અને મીઠા ફળ ચાખીએ તેવો આશાવાદ અંતમાં નિવૃત્ત એન્જીનીયર બિપીનભાઇ રેલીયા (મો.૯૮૨૪૪ ૧૭૧૮૭) એ વ્યકત કર્યો છે.

(12:08 pm IST)