Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ટંકારા મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે ડોમીસાઇલનો કાયદો લાવવા આવેદન

ટંકારા, તા. ૩ : તાલુકા લ.ેલ્ફ સાયનાન્સ સ્કૂલ એસોસીએશનાના પ્રમુખ યોગેશભાઇ ઘેટીયા લાઇફ લિન્કસ વિદ્યાલયના વિજયભાઇ પાડજા, આર્ય વિદ્યાલયના અમિત કોરીંગા, ન્યુ વિઝન સ્કૂલના દિલીપભાઇ બારૈયા તથા આંતરરાષ્ટ્રીય ઉપદેશક મહાવિદ્યાલયના આચાર્ય રામદેવજી દ્વારા ડોમીસાઇલ કાયદો લાવવા માટે ટંકારા, પડધરી વિસ્તારના ધારાસભ્ય લલિતભાઇ કગથરાને આવેદન પત્ર આપેલ.

મેડીકલ કોલેજમાં એડીમશન માટે ડોમીસાઇલનો કાયદો અનેક રાજયોમાં છે. ડોમીસાઇલની વ્યાખ્યા મુજબ જે વિદ્યાર્થીએ ધો. ૮થી ૧ર સુધીનો અભ્યાસ ગુજરાતમાં કરેલ હોય તેવા વિદ્યાર્થીને જ ગુજરાતની મેડીકલ કોલેજમાં પ્રવેશ મળે.

ગુજરાતમાં ડોમીસાઇલનો કાયદો ન હોવાને કારણે બીજા રાજયોમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લ્યે છે. જયારે ગુજરાતના જ વિદ્યાર્થીઓ મેડીકલ કોલેજમાં પ્રવેશથી વંચીત રહે છે. ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે.

ગુજરાતના વિદ્યાર્થીઓને થતો અન્યાય દૂર કરવા ધારાસભ્યને આવેદનપત્ર અપાયેલ.

(12:08 pm IST)