Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

વડિયાના તોરીમાં પટેલ સમાજ દ્વારા સમૂહલગ્ન

વડીયા : ખોડલધામ સમિતિ તોરી તથા લેઉવા પટેલ સમાજ તોરી આયોજીત પ્રથમ સમૂહલગ્નોત્સવ યોજાયો. જેમાં ૧૨ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા. જયારે લેઉવા પટેલ સમાજમાં ભવ્ય લગ્નોત્સવ યોજાયો. આ તકે સમાજના રાજસ્વી રત્નો સામાજીક અગ્રણીઓ સંતો - મહંતોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળેલ. તેમજ ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી - પ્રતાપ દુધાત - જેતપુરના જશુમતીબેન કોરાટ - ખોડલધામના વસંતભાઈ મોવલીયા, વડીયા સ્વામીનારાયણના વકતા આનંદ સ્વામી તેમજ નામી અનામી સાધુ સંતો ઉપસ્થિત રહેલ. આ સમૂહલગ્નોત્સવમાં વિવિધ દાતાઓ દ્વારા કન્યાઓને કરીયાવર તેમજ કન્યાદાન આપવામાં આવશે. આ સમૂહલગ્નોત્સવના આયોજનમાં વિવિધ સેવા સહકારી મંડળો દ્વારા મદદ કરાઈ છે. (તસ્વીર - અહેવાલ : જીતેશગીરી ગોસાઈ - વડીયા)

(12:06 pm IST)