Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પ્રકોપ

આખો દિવસ ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ

રાજકોટ, તા., ૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને મહતમ તથા લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડવા લાગે છે જેના કારણે ગરમીની ભારે અસર વર્તાઇ રહી છે.

આજે પણ સવારથી બફારાનો અહેસાસ થવા લાગ્યો છે અને બપોરના સમયે અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહયો છે. બપોરના સમયે ધોમધખતા તાપથી બચવા માટે લોકો ઘર કે ઓફીસની બહાર નિકળતા નથી.

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢ શહેરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહયો છે.

જુનાગઢ વિસ્તારમાં ગત સપ્તાહમાં તાપમાન ૪૧ થી ૪ર ડીગ્રી વચ્ચે રહયા બાદ ગઇકાલથી તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે. સોમવારે ૪૦ ડીગ્રી તાપમાન રહયા બાદ આજે સવારનું તાપમાન ૩૮.૬ ડીગ્રી નોંધાયું હતું.

આમ ગરમીમાં આંશિક ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહેતા ઠંડક પ્રસરી ગઇ હતી. પવનની પ્રતિ કલાકની ઝડપ ૪ કી.મી.ની નોંધાઇ હતી.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૩૬ મહતમ ર૧.પ લઘુતમ ૯૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.૧ કી.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલું લઘુતમ તાપમાન

શહેર

લઘુતમ તાપમાન

વલસાડ

૧૭.૧ ડીગ્રી

જુનાગઢ

૧૮.૬ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૯.૦ ડીગ્રી

નલીયા

૧૯.૭ ડીગ્રી

ભુજ

ર૦.૦ ડીગ્રી

ડીસા

ર૧.૩ ડીગ્રી

જામનગર

ર૧.પ ડીગ્રી

પોરબંદર

ર૧.૯ ડીગ્રી

દિવ

ર૧.૮ ડીગ્રી

ન્યુ કંડલા

રર.૭ ડીગ્રી

રાજકોટ

રર.૭ ડીગ્રી

વેરાવળ

રર.૯ ડીગ્રી

ભાવનગર

રપ.૦ ડીગ્રી

(12:05 pm IST)