Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

નગરપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત જસદણવાસીઓએ કાળો દિન મનાવવો જોઇએ : જલ્પાબેન

જસદણ તા.૩ જસદણ નગરપાલીકાના પ્રમુખ દીપુભાઇ ગીડા સામે ભાજપના ર૦ સભ્યોએ સોમવારે અવિશ્વાસની દરખાસ્ત મુકતા આ દિવસને વોર્ડ નંબર-ર ના કોંગ્રેસી સદસ્યા અને ધારાશાસ્ત્રી જલ્પાબેન દુર્ગેશભાઇ કુબાવતએ જસદણના ઇતીહાસનો કાળો દિવસ બતાવી પ્રજાને આંબા આમલી અને હથેળીમાં ચાંદ દેખાડનારા ભાજપનેે ઓળખી લેવા અપીલ કરી છેે. જલ્પાબેનએ જણાવ્યું હતુ કે ગત સુધરાઇની ચુટણીંમાં ર૮ સભ્યોમાંથી પ્રજાઅ ભાજપના ૨૩ સભ્યોને ચુંટી કાઢી બહુમતી આપી પરંતુ ભાજપના ડીઝાઇનરોએ ગત શાસનમાં ભષ્ટાચાર કરેલ જે પૈકી કામોને ગત સામાન્ય સભા ઠરાવ મંજુર કરેલ તે ઠરાવને મર્તમાન પ્રમુખ દીપુભાઇ ગીડાએ સામાન્ય સભામાં આવા કામોને બહાલી ન આપતા અવિશ્વાસની દરખાસ્ત લાવતા આ દિવસને જસદણના શહેરીજનોએ કાળોદિવસ તરીકે મનાવવો જોઇએ. દરખાસ્ત અંગે પ્રમુખ દીપુભાઇનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે હું ભાજપના આદેશને માનનારો સૈનિક છું. મારે તો લોકોની સેવા કરવી છે. મને સભ્યોએજ દોઢ મહીના પહેલા સતા સોંપી હતી. સતા રહે કે જાય મને કોઇ ફર્ક પડતો નથી.

(12:04 pm IST)