Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

વિછીયાના દેવધરીના ભરવાડ યુવાન સવજીને સાપે પગમાં દંશ મારતાં મોત

અલમપર ગામે બકરા ચરાવવા ગયો ત્યારે બનાવઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩: વિછીયાના દેવધરી ગામમાં રહેતાં સવજીભાઇ કરસનભાઇ ઝાપડા (ઉ.૩૫) નામના ભરવાડ યુવાનને પરમ દિવસે નજીકના અલમપર ગામની સીમમાં બકરા, ગાયુ ચરાવવા ગયો ત્યારે જમણા પગે સાપે દંશ મારતાં પાળીયાદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ ગત રાત્રે મોત નિપજ્યું હતું.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને દિપસિંહ ચોૈહાણે જરૂરી કાર્યવાહી કરી જસદણ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સવજીભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજો હતો. સંતાનમાં ત્રણ પુત્રો છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(12:01 pm IST)