Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

પડધરીના સુવાગમાં તાવ આવ્યા બાદ ૧૪ વર્ષની નિતાનું મોત

મુળ મધ્યપ્રદેશના પરિવારે દિકરી ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૩: પડધરીના સુવાગ ગામે જેન્તીભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્ય પ્રદેશના મંગલભાઇ રણવાની દિકરી નિતા (ઉ.૧૪)ને ગઇકાલે તાવ આવતાં અને ઉલ્ટીઓ થવા માંડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નીતા એક ભાઇ અને ચાર બહેનમાં મોટી હતી. દિકરીના મોતથી મજૂર પરિવારના સભ્યો શોકમાં ગરક થઇ ગયા છે.

(12:01 pm IST)