Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ઢાંકમાં જલુ પરિવાર દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનો પ્રારંભ

ઢાંક તા.૩ : ઉપલેટા ઢાંકમાં કાઠી (ક્ષત્રિય) જલુ પરિવાર દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે.શ્રી પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવ હવેલી ખાતેથી પોથીયાત્રા નિકળીને કથાસ્થળ વૃંદાવનધામ ખાતે પહોચી હતી. આ પોથી યાત્રામાં સાધુ સંતો તથા મોટી સંખ્યામાં ભાઇ-બહેનો જોડાયા હતા. અબીલ ગુલાલની છોડો વચ્ચે લોકો ડી.જેના સથવારે ઝુમી ઉઠયા હતા.

કથાના વ્યાસાસને ભાગવતાચાર્ય શાસ્ત્રીશ્રી રસિકભાઇ મોહનભાઇ જોષી (કલાણાવાળા) બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવે છે. કથાનો સમય સવારે ૯ થી ૧૨ બપોરે ૩ થી ૬ વાગ્યા સુધીનો રહેશે. કથામાં આવતા દરેક પ્રસંગની આબેહુબ ઉજવણી કરાશે. કથાની પુર્ણાહુતિ તા. ૭ ને શનિવારે કરાશે.

કથાનું રસપાન કરવા અમરાભાઇ મામૈયાભાઇ જલુ, અશોકભાઇ અમરાભાઇ જલુ અને જયરાજભાઇ અમરાભાઇ જલુએ નિમંત્રણ પાઠવ્યું છે.(૪૫.૧)

(11:57 am IST)