Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ઉપલેટા નવાપરા યુવા ગ્રુપ દ્વારા પોલીસ અધિકારી અલ્પેશ પટેલનું સન્માન

 ઉપલેટાઃ નવાપરા યુવા ગ્રુપ દ્વારા નવાપરા ચોક રામમંદિર ખાતે કડક પોલીસ અધિકારીની છાપ ધરાવતા નવનિયુકત પોલીસ ઇન્સપેકટર અલ્પેશ પટેલના સન્માનનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ કાર્યક્રમની શરૂઆતમાં અલ્પેશ પટેલનું ભગવત ગીતા અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય મહેમાનો નગર પાલીકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા, નરશીબાપા માકડીયા પુર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, દાનભાઇ ચંદ્રવાડીયા, ભરતભાઇ કાલાવડીયા, પિયુષભાઇ માકડીયા અને મેકેનભાઇ બારૈયા સહીતના આગેવાનોનું પણ યુવાનો દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલ કાર્યક્રમમાં બહેનોની હાજરી નોંધનીય હતી.  ભાઇ બહેનો આગેવાન યુવાનોની વિશાળ હાજરીને સંબોધતા પી.આઇ. પટેલે જણાવેલ કે હજુ અમારે શહેરના સીધા સાદા લોકોને હેરાન કરતા ગુંડા અને શાળા કોલેજ પાસે કે બેફામ મોટર સાઇકલો ચલાવતા રોમીયાઓ સામે કાર્યવાહી કરવાની બાકી છે અને તેમાં ગમે તેવા ચમરબંધીઓને પણ છોડવામાં નહીં આવે અને ટ્રાફીક બાબતે પણ કોઇપણ જાતની બાંધછોડ કરશું નહીં. કાર્યક્રમનું સંચાલન ભાવિનભાઇ બુમતારીયા અને ગીરીશભાઇ શીશાંગીયાએ કરેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે નવાપરા યુવા ગ્રુપના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:56 am IST)