Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

દ્વારકા ગોમતી નદીમાં સ્નાન

દ્વારકા : ચૈત્રી સુદ પૂનમના શુભદિને દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અનેરૂ મહત્વ હોય તેમજ ગોમતી સ્નાન બાદ જ શ્રીજીના દર્શનનો મહિમા હોય સવારે ૪ વાગ્યાથી જ ગોમતી નદીમાં સ્નાનાર્થે ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. શનિવાર અને હનુમાન જયંતિ હોય આ શુભ યુતિમાં હજારો ભાવિકોએ પવિત્ર સ્નાનનો લાભ લઇ પુણ્યનું ભાથું બાંધ્યું હતુ. (તસ્વીર-અહેવાલ : વિનુભાઇ સામાણી - દ્વારકા) (૩૭.૫)

(11:55 am IST)