Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

કોડીનારમાં હનુમાન જયંતિની ઉજવણી

કોડીનારઃ ચૈત્રી પુર્ણીમાં અને શનીવારનાં સુભગ સમન્વયી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ૧૧ દિવસની અખંડ રામધુન સહિત ચૈત્રીનવરાત્રીના વિવિધ પ્રસંગોની ઉજવણી કરાયા બાદ આજે અખંડ રામધુનની પુર્ણાહુતિ થઇ હતી. તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયુ હતુ. પંચમુખી હનુમાન બટુક ભોજન, હવન, મારૂતિ યજ્ઞનાં કાર્યક્રમ યોજાયા હતા. આ ઉપરાંત ચોરવાડી હનુમાન મંદિર, વિર ચેતન હનુમાન પેઢાવાડા સહિતના કોડીનાર શહેર તાલુકાભરમાં આવેલા હનુમાનજીના મંદિરે ધામધુમપૂર્વક હનુમાન જયંતિ ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતીએ પુજન અર્ચના કરવામાં આવ્યો તે તસ્વીર. (૧૧.૮)

 

(11:55 am IST)