Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

કાલાવાડ તાલુકાના ખેડૂતોને સરકારે ટેકાને ભાવે ખરીદેલ મગફળીના પૈસા મલ્યા નથી

તાત્કાલિક રકમ ન મલ્યે ઉગ્ર આંદોલનની ચીમકી

કાલાવાડ તા.૩: તાલુકાના ખેડૂતોને સરકાર દ્વારા ટેકના ભાવેથી ખરીદેલી મગફળીના પૈસા અઢી-અઢી માસ થઇ ગયેલ હોવા છતા અત્યાર સુધી મગફળીના પૈસા મળેલ નથી કાલાવડ તાલુકાના ખેડૂતો અવાર-નવાર સંબંધીત કચેરીએ પૈસા બાબતની રજુઆતો કરવા છતાં કોઇ હજુ સુધી કોઇ પ્રતિસાદ મળેલ નથી. હાલ ખેડૂતોને પાક ધીરાણ ભરવા પૈસાની જરૂરીયાત હોય આ હાલાકીમાંથી ખેડૂતો પસાર થતા હોય સત્વરે આ રકમ ખેડૂતોના ખાતામા તાત્કાલિક જમા થાય તેવી માંગણી ખેડૂતો વતી કાલાવડ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વસંતભાઇ ગીણોયા દ્વારા રજુઆત કરવામા આવે છે. જો ખેડૂતોને આ ટેકાના ભાવેથી ખરીદેલી મગફળીના પૈસા તાત્કાલિક ખાતામા જમા નહી થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપે છે.(૧૧.૫)

(11:51 am IST)