Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

મોટી પાનેલી સરસ્વતી ધામમાં ગુરૂવારે પ્રાચીન ભારતની વસ્તુઓનું પ્રદર્શન

પૂર્વજો કેટલા સુખી, પ્રેમાળ, દયાળુ, વચન પ્રિય હતો તે બાળકોને સમજાવવાનો હેતુ

મોટી પાનેલી તા. ૩ :  ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ની સરસ્વતી ધામ શાળામાં ગુરુવાર તા.૫ના રોજ સવારે ૯ થી ૬ સુધી 'પ્રાચીન ભારત પ્રદર્શન'નુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં આપડા વડવાઓ કેવી કેવી વસ્તુઓ નો ઉપભોગ કરતા, બેઠક વ્યવસ્થા, રસોઇ ઘર, સંદેશા વ્યવહાર, દિવાબતી, આવનજાવન, શ સ્ત્રો,ઓજારો, વાસણો,દેશવિદેસની ચલણી નોટો સાથે ચલણી શિકકા,પહેરવેશ...વગેરે વસ્તુઓ નુ ભવ્ય પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવશે.

 

સાથેજ બાળકોની કલાત્મક સુઝની ઓળખરૂપે શુસોભીત વનસ્પતિઓના પાદડાની બેનમુન રચનાઓ, વેસ્ટ કાગળ, પુઠા, સળીનો અદભુત સદઉપયોગ, વેસ્ટ કાપડના હસ્તા રમતા રમકડા, માટી અને મોતીની સુંદર ડિઝાઇનો વગેરે અન્ય શુસોભનોનુ પ્રદર્શન રાખવામાં આવેલ હોય દરેક ગ્રામજનો તેમજ આજુબાજુના લોકોને બાળકો સાથે પ્રદર્શન નિહાળવા આચાર્ય શ્રીની યાદીમાં જણાવેલ છે. બાળકોને પ્રાચીન વસ્તુઓ બતાવી એ વાતથી વાકેફ કરાવવા જોઇએ કે, ગાડી-વિમાન-મોબાઇલ કે લાઇટના હોવા છતા આપડા પુર્વજો સુખી, પ્રેમાળ, દયાળુ, વચન પ્રિય અને સંસ્કારી હતા.(૨૧.૧૩)

(11:50 am IST)