Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

જસદણના વર્ષો જૂના પ્રશ્નો પાલિકા ઉકેલશે ?

જસદણ તા.ર : જસદણ નગરપાલિકા વર્ષો જુના પ્રશ્નો પ્રત્યે કયારે ધ્યાન આપશે ? શહેરમાં ઇસ્વીસન ૧૯૯પ થી નગરપાલિકાનો દરજજો મળ્યો ત્યારથી આજ સુધી હજારો ભૂતિયા નળ જોડામાંથી એકપણ પાણીચોર સામે પગલા લેવાયા ન હોવાથી બાર માસનો પુરેપુરો વેરો ભરતા નળજોડાણ વપરાશકર્તાઓને દરરોજ પાણી મળવાને બદલે ત્રણથી માંડી પંદર દિવસે પાણી મળે છ.ે

શહેરમાં ભૂતિયાનળ જોડાણાની જેમ દરેક વિસ્તારોમાં નગરપાલિકાની માલિીકીની કરોડો રૂપિયાની જમીનો પર ભૂમાફિયાના કબજામાં છ.ે અબજો રૂપિયાની કિંમતના સાર્વજનીક પ્લોટો ઉપર રાજકીય શૈક્ષણીક-માફીયાઓએરીતસર કબજો કરી ધંધાનો વિસ્તાર કર્યો છે આના કારણે પ્રજાની સુખાકારી મોકળાશ છીનવાઇ ગઇ છે. અને લોકો ટ્રાફીકનાં જંગલમાં અટવાઇ ગયાં છે. શહેરના દરેક વિસ્તારોમાં બિલ્ડરો રાજકારણીઓ અને માલેતુજારો શોપીંગ સેન્ટર દુકાનો મકાનો બંગલાઓ બંધાવે છે ત્યારે એકપણ ઇંચની જગ્યા છોડયા વગર ઉલ્ટાનું સરકારી જમીનમાં દબાણો કરી બાંધકામ કર્યું છે. આ ગેરરિતી થતી અટકાવવી જરૂરી છે. નહીંતર આવનારા વર્ષોમાં રોડ રસ્તા પહોળા કરવા વર્ષોના વહાણા વહી જશે અને પર્યાવરણને જબરૂ નુકશાન થશે.

બે માસ પહેલા પાલિકામાં પ્રજાએ ભાજપને શાસન સંભાળવા લોકમત મળ્યો છે તેથી અંગત પ્રસિધ્ધી માટે સમય વેડફવાને બદલે ફકત દેશહિત શહેર હિતને ધ્યાને રાખી ઉપરોકત પ્રશ્નો પર પગલાં ભરે તેવી લોકોમાં વ્યાપક માંગણી ઉઠવા પામી છે.(૬.૧૫)

(11:50 am IST)