Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

કોડીનારમાં અનેક હોટલો રેસ્ટોરન્ટોમાં ફુડ લાયસન્સના નિયમોનું ઉલ્લંઘન

કોડીનાર તા. ૩ : કોડીનાર શહેરમાં હમણા હમણા છેલ્લા ઘણા સમગથી ઠેક-ઠેકાણે રેસ્ટોરન્ટો - હોટલો - લારીઓ ખુલી રહી હોય અને આમાથી મોટાભાગની ફૂડ હોટલો ફૂડ લાઇસન્સ વિના જ ધમધમતી હોવા ઉપરાંત ફૂડ નિયમોનું સરેઆમ ઉલાળીયો કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

છેલ્લા ઘણા સમયથી ઉના ઝાપા થી વેરાવળ બાયપાસ ફેકટરી રોડ ઉપર બિલાડીના ટોપની જેમ ચાઇનીઝ - ગુજરાતી - પંજાબી - ફાસ્ટફુડ સહિતની હોટલો અને લારીઓ ફુટી નિકળી છે. ભારે માત્રામાં ખુલ્લી ફુડ હોટલોમાંથી માત્ર ૧૦ થી ૧૨  હોટલ ચાલકો પાસે જ ફુડ લાઇસન્સ હોય બાકીની તમામ ફુડ હોટલ લાઇસન્સ વિના જ ધમધમી રહી છે. ફુડ હોટલ વાળાઓ અને લારીધારકો ખોરાક અવસંશોધન કેન્દ્રના નિતી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું ચર્ચાય રહ્યુ છે.

કોડીનાર શહેરમાં ફુડ લાઇસન્સ વિના ધમધમતી અને સફાઇ અને વાનગીની ગુણવતામાં નિચી અને હલકી કક્ષાની ઉતરતી વાનગીઓના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે ત્યારે અનેક હોટલો દ્વારા વધેલો ખોરાક ફ્રીઝમાં રાખી બીજા દિવસે ગ્રાહકોને પિરસવામાં આવી રહ્યુ હોવાનું પણ જાણવા મળેલ છે. કોડીનાર શહેરની ખાવાની શોખીનોની સંખ્યાની સામે હોટલોની સંખ્યા વધી રહી છે. જેમાં ચાઇનીઝ વાનગીઓમાં રાંધેલા રાઇસ - ચિકન - પંજાબી - ચાઇનીઝ ગ્રેવી જેવી વાનગીઓ પડતર રહેતી હોય તેને ફ્રીઝમાં રાખી બીજા દિવસે આ જ વાનગીઓેને ગરમ કરી ગ્રાહકોને વાસી ભોજન હોટલો દ્વારા પિરસાઇ રહ્યુ હોય, જીલ્લા ફુડ વિભાગ દ્વારા કોડીનારની હોટલમાં ફુડની ગુણવત્તા તાજગી અને સફાઇ માટે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી લોકોમાં માંગલી ઉઠવા પામી છે.(૩૭.૬)

(11:50 am IST)