Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ઢાંકમાં ટીંબી ચંદુરી હનુમાનની જગ્યા સહિત મંદિરોમા હનુમાન જયંતિની ઉજવણી

ઢાંક તા.૩: ઢાંકની બાજુમા અંતરીયાળ સીમ વિસ્તારમાં અવોલ અને કુદરતી સોૈદર્ય લીલુછમ હરીયાળી વચ્ચે શોભાયમાન હજારો ભકતોનુ  આસ્થા કેન્દ્ર સમુ અતિ પ્રાંચિન ચંદુરી હનુમાનજી મંદિરે હનુમાન જયંતિના પવિત્ર પર્વ નિમિતે સવારથી ભકતો મારૂતિ નંદનના દર્શન કરવા ઉમટી પડયા હતા. સવારના પૂજન અર્ચન, મારૂતી યજ્ઞ અને મહાપ્રસાદ ચંદુરી હનુમાનજી મંદિરના મહંત પૂ.સંતગિરી બાપુ ગુરૂ જયગિરીબાપુદ્વારા કરવામા આવેલ હજારો ભકતજનો દૂર-દૂરથી હનુમાનજીના દર્શન કરવા અહી આવેલ છે. આ ચંદુરી હનુમાન મંદિરે પ્રસાદ અને દર્શન કરી ભકતજનો ધન્ય બન્યા હતાં.

મેઇન રોડ ઉપર આવેલ રોકડીયા હનુમાન મંદિરે આજે હનુમાન જયંતિ નિમિતે ભકતો સવારથી દર્શન માટે જોડાયા હતા. તેમજ પૂજન-અર્ચન મારૂતી યજ્ઞ હનુમાન ભકત નરપતસિંહ વાળા, ભરતભાઇ ગંભીર, નયનભાઇ જયસ્વાલ દ્વારા આયોજન કરવામા આવેલ મારૂતિયજ્ઞના આચાર્ય પદે નિતિનભાઇ મહેતા બિરાજયા હતા.

જુના પાદર પિપળેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ રામ ઝરૂખા આશ્રમ, ખાનીબાપુની જગ્યામાં મંગલમૂર્તિ હનુમાન મંદરે સવારથી ભકતો દર્શન કરી ધન્યતા અનુભવી હતા અને રામ ઝરૂખા આશ્રમના મહંત રાધેશ્યામદાસજી બાપુ દ્વારા મહાપ્રસાદનુ ભવ્ય આયોજન કરવામા આવેલ હતું.  હનુમાનજીની જયંતિ નિમિતે ઠેર-ઠેર હનુમાન મંદિરોમાં પ્રસાદીનુ આયોજન થયા હતા. મારૂતિનંદનના જન્મ દિવસે ભકતજનો દર્શન અને પ્રસાદ લઇને ધન્ય બન્યા હતાં.(૧૧.૪)

(11:58 am IST)