Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

જામજોધપુરના સડોદરના એસ.ટી. અને રોડના પડતર પ્રશ્નોનો નિકાલ કરવા ધ્યાન અપાતું નથી

સડોદર (જામજોધપુર) તા.૩: એસ.ટી. રોડ એસ.ટી. બસ સહિત પડતર પ્રશ્નો ઉકેલવા માંગણી ઉઠી છે.

જયારથી સરકારમાં ગ્રામસભા યોજાય છે તેમાં અણઉકેલ પ્રશનો રજુ થયેલા છે પણ તેનો અમલ થયેલ નથી તે બાબતની કલેકટરને રજુઆત કરેલ અને કલેકટર મારફત નાયબ જિલ્લા પંચાયતને જાણ કરેલ, નાયબ જિલ્લા પંચાયતે જામજોધપુર ટી.ડી.ઓને જાણ કરી છે. એસ.ટી.ના પ્રશને જે અરજી કરેલ છે અને તેના જે જવાબ ખોટા આવેલ છે તેની તપાસ કરવા માગણી છે. હાલમાં સમાણા ફુલનાથ રોડ બનાવવાનું કામ શરૂ થયેલ છે તે નબળું થાય છે ત્યાં નાલાની દીવાલ જે આરસીસીની બને છે તેમાં પુરતુ પાણી છાટવામાં આવતું નથી અને કામ ગોકળ ગાયની ગતિએ ચાલે છે અને હાલમાં  જે કામ ચાલુ થયેલ તે રોડ ડબલ પટ્ટીમાં બનાવાની વાત સંભળાતી હતી તેને બદલે સીંગલ રોડ બનાવવામાં આવે છે. આજથી દોઢ વર્ષ પહેલા માપણી થઇ ગયેલ છે અને પાસ થઇ ગયેલ હોવા છતા બાકી રાખવામાં આવેલ છે. ફુલનાથ વડાળી હરિપરના રોડ બિસ્માર હાલતમાં થઇ ગયેલ છે માર્ચ ર૦૧૭માં ફૂલનાથ મંદિરના મહંત તરફથી જામનગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિને લેખિત જાણ કરેલ છતાં રોડ બનેલ નથી અને હાલમાં રોડ ખરાબ હોવાથી એસ.ટી. બસ બંધ છે.

(11:49 am IST)