Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

એસ.ટી.ના મોરબી, ધ્રાંગધ્રા, હળવદ, અમદાવાદ રૂટ બંધ

ગઇકાલે દલિત સમાજ દ્વારા થયેલ આંદોલન બાદ સલામતીના ભાગરૂપે...: કોડીનારમાં પથ્થરમારાની ઘટનામાં ટોળા સામે ફરીયાદ : જોકે સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે શાંતિ

રાજકોટ, તા. ૩ : દલિત સમાજ દ્વારા ગઇકાલે સુપ્રિમ કોર્ટના એટ્રોસિટી અંગેના ચુકાદાના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું હતું. આ દરિયમાન ચક્કાજામ, ટાયરો સળગાવવા, આવેદન, રેલી સહિતના કાર્યક્રમો સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બંધની અસર જોવા મળી હતી અને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

જોકે આજે બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શાંતિ પ્રર્વતતી રહી છે.

મોરબી

 મોરબી : દલિત આંદોલનના પગલે મોરબી અમદાવાદ રૂટ પર ધ્રાંગધ્રામાં બસ સફળગાવવાનો બનાવ બનતા મોરબી એસ.ટી. ડેપો દ્વારા મોરબીથી ધ્રાંગધ્રા, હળવદ, સુરેન્દ્રનગર થઇને અમદાવાદ જતી એસ.ટી. બસો માટે રૂટ બંધ કરી દીધો હતો જે આ લખાય છે ત્યારે આજે સવારે ૯ વાગ્યે પણ બંધ હોવાનું અને રાજકોટ અને ભૂજ તરફની રૂટ ચાલુ હોવાનું એસ.ટી. તંત્ર દ્વારા જાણવા મળેલ છે. ગતરાત્રીના ૩ર થી વધારે નાઇટ બસો (ગ્રામ્ય પંથકની) બંધ રખાઇ હતી. એસ.ટી.ના રૂટો પોલીસ સાથે વાટાઘાટો બાદ પૂર્વવત કરવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.

કોડીનાર

 કોડીનાર : પોલીસમાં ફરજ બજાવતા લતાબેન વાળા ભારત બંધના એલાન સબબ પોતાની ફરજ ઉપર હતાં અગીયાર વાગ્યાના અરસામાં ફરીયાદી લતાબેન તથા મહિલા કોન્સ્ટેબલ હંસાબેન, કોન્સ્ટેબલ કૌશિકભાઇ સહિતના સ્ટાફ પી.આઇ.ના હુકમ મુજબ ડો. બાબાસાહેબ આંબેડકરના પુતળાએ ગયેલ અને ત્યાંથી રેલીમાં બંદોબસ્તમાં જોડાયેલ અને સવા અગીયારેક વાગ્યાના અરસામાં છારા ઝાંપા પાસે અભિજય કોમ્પ્લેકસ પાસે પહોંચેલ ત્યાં ટોળામાંથી કોઇએ પથ્થરમારો કરતા લતાબેનને માથમાં ઇજા થઇ હતી.

તે દરમ્યાન તેના કાકાના દિકરા ભગતભાઇ વાળા પણ હોસ્પિટલ ખાતે દોડી આવેલ જયાં ફરજ ઉપરના ડોકટરે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વેરાવળ રીફર કરેલ. આ ટોળામાંથી કોણે પથ્થર મારેલ તેની મને ખબર નથી, પરંતુ આ વખતે ત્યાં ટોળામાં સાઇડથી સીતેર જેટલા માણસો હતાં અને તેમાંથી કોણે પથ્થર મારેલ તે મને ખબર નથી, પરંતુ ત્યાં કોડીનારના ધારાસભ્ય મોહનભાઇ વાળા પણ આ વખતે ત્યાં હાજર હતાં. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર

 વાંકાનેર : દલિત સમાજના હીત માટે બંધારણમાં એસ્ટ્રોસીટી એકટની જોગવાઇ કરવામાં આવેલ છે તેમાં હાલે નામદાર સુપ્રિ કોર્ટ દ્વારા અપાયેલો ચૂકાદો અને ટીપ્પણીમાં કરવામાં આવેલ સુધારા કરી દલિત સમાજને નુકશાનકર્તા જોગવાયો કરેલ છે તે ગેરેબંધારણીય અને અન્યાયકર્તા છે.

અને તેના પગલે આજે દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન અપાયેલ છે તેને અનુસરીને વાંકાનેર તાલુકા સમસ્ત દલિત સમાજ આ અન્યાથી ચુકાદાનો વિરોધ કરી દુખની લાગણી વ્યકત કરી છે અને અગાઉ મુજબનો એસ્ટ્રોસીટીમાં કાયદાનો પ્રથમની જેમ જોગવાયો રહી અને તે પ્રમાણે જ ચુસ્તપણે પાલન કરવા અને નવો ચૂકાદો રદ કરવાની માંગણી સાથેનું આવેદન પત્ર આપ્યું હતું.

ગારીયાધાર

 ગારીયાધાર : કાલે સમગ્ર શહેરના વેપારીઓ દ્વારા બંધ પળાયો હતો. દલિત સમાજના આગેવાનો દ્વારા જ બંધ રાખવાની સુચના અગાઉથી આપવામાં આવી હતી. જેના કારણે તમામ વેપારીઓ દ્વારા વહેલી સવારથી જ બંધ પાળવામાં આવ્યો હતો. દલિત સમાજ દ્વારા કાર્યક્રમ દરમિયાન સવારે ૧૦ કલાકે રેલી યોજી હતી જે સમગ્ર શહેરના જાહેર માર્ગો પર ફરી હતી.

ધારી

ધારી : એસ.એસ. પરમાર , કનુભાઇ પરમાર, જે.ડી. રાઠોડ, હિંમતભાઇ ખતેરીયા, પાબજીભાઇ ચાવડા વગેરેએ પ્રાંત કલેકટરશ્રી ધારીને રૂબરૂ આવેદનપત્ર પાઠવ્યું હતું.

 

(12:05 pm IST)