Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

દ્વારકાધીશ ભગવાનના દર્શને જીતુભાઇ વાઘાણી

દ્વારકાઃ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ દ્વારકાધીશના દર્શન કરી ગુજરાત રાજ્યની શાંતિ સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન દ્વારકાધીશજીને પ્રાર્થના કરી પાદુકા પૂજન કર્યું હતું. પૂજારી પરિવાર તથા મહેશભાઇ ઠાકર વગેરેએ જીતુભાઇને દ્વારકાધીશજીના ઉપવસ્ત્રોથી આશિર્વાદ આપ્યા હતા. વાઘાણીએ દેવસ્થાન સમિતિના નવનિર્માણ સંકુલની પણ મુલાકાત લઇ કૃષ્ણ લીલાની પ્રતિમા નિહાળીને ભારે પ્રભાવિત થયા હતા. બાદમાં જ્યોર્તિલીંગ નાગેશ્વરની પણ મુલાકાત લીધી હતી. (તસ્વીર - અહેવાલ : વિનુભાઇ સામાણી, દ્વારકા)

(10:07 am IST)