Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd April 2018

ભુજમાં દલિત સમાજ દ્વારા કલેકટર કચેરીમાં તોડફોડઃ ઉશ્કેરાયેલ ટોળાઅે દરવાજાના કાચ ફોડ્યા

ભુજઃ ભૂજમાં કલેક્ટર કચેરીમાં તોડફોડ કરવામાં આવી છે. દલિત સમાજ દ્વારા કચેરીના કાચનાં દરવાજા તોડ્યા છે. તમને જણાવી દઇએ કે, દલિત સમાજના લોકો ભારત બંધના મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટર કચેરીમાં જવાની મુંદ્દે સ્ટાફ અને દલિત સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ, જે અંતર્ગત ઉશ્કેલાયેલા ટોળાએ ભૂજની કલેક્ટર કચેરીમાં તોડફોડ કરી હતી. જોકે બાદમાં પોલીસે સમગ્ર મામલો પોતાના હાથમાં લઇ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, એસસી-એસટી એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે દલિત સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. જેના પગલે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના પડઘા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે.

(7:56 pm IST)