Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગોંડલ હાઇવે પર ખારચીયા નજીક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બાઈકચાલકનું કરૂણમોત

ટ્રક ખાડામાં પલ્ટી મારી ગયો જ્યારે બાઈકનો પણ ભુક્કા બોલી ગયા

ગોંડલ હાઇવે પાસે આવેલા ખારચીયા નજીક ગોંડલથી ટ્રક આવતો હતો. આટકોટ તરફ જતો ટ્રક ડ્રાઈવર સંપૂર્ણ પણે બેફામ બનીને ટ્રક હંકારતો હતો.એ સમયે સામેથી બાઈક આવતા ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત હતું અને ટ્રક ખાડામાં પલ્ટી મારી ગયો હતો. જ્યારે બાઈકનો પણ ભુક્કા બોલી ગયો હતો. આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. આ અકસ્માત થતાં આટકોટનાં PSI કે.પી.મેતા, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળે લોકોએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મૃતક બાઈક ચાલક દડવા ગામનો વતની હતો અને તેનું નામ દેવેન્દ્ર વિરાભાઈ રાઠોડ છે. લાશને પોસ્ટમોટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

(8:31 pm IST)