Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ઉના નગર પાલીકા કોંગ્રેસ મુકતઃ ભાજપે સતા જાળવી રાખી

પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડની ચાણકય નીતી સફળઃ ભાજપનો ૩પ બેઠકોમાં વિજય

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૩: નગર પાલીકાની સામાન્ય ચુંટણીમાં પુર્વ ધારાસભ્યની રાજકીય રણનીતીને કારણે નગર પાલીકા કોંગ્રેસ મુકત બની ભાજપને ૩૫ તથા અપક્ષને ૧ સીટ ઉપર ભવ્ય વિજયી થયો. પાંચ વોર્ડમાં ર૬૪ લોકોએ નાટાને મત આપ્યો. સૌથી વધુ મત મેળવનાર ભાજપના વોર્ડ ૭ અલ્પેશભાઇ બાંભણીયાએ ર૩૮૦ મતો મેળવી વિજેતા થયા હતા.

ઉના નગર પાલીકાના ૯ વોર્ડની ૩૬ બેઠકની સામાન્ય ચુંટણી યોજાઇ હતી. જેમાં રપ૦પ૬ લોકો પૈકી ૧ર૩૮૭ મતદાન ૪૯.૪૪ ટકા થયું હતું. જેની મત ગણતરી આજે સવારે બ્લડ બેન્ક પાસે આવેલ યોગા સેન્ટરમાં ચુંટણી અધિકારી જે.એમ.રાવલ (નાયબ કલેકટર)ના અધ્યક્ષ સ્થાને રેવન્યુ વિભાગ, નગર પાલીકાના કર્મચારીઓએ શરૂ કરતા પ્રથમ રાઉન્ડથી ભાજપના ઉમેદવારો મોટી લીડ મેળવતા હતા તમામ રાઉન્ડ પુરા થતા અંતે ભાજપના ૧પ ઉમેદવારો ૧ અપક્ષ ઉમેદવારો વિજેતા જાહેર કરેલ હતા. અગાઉ ભાજપને ર૦ બેઠક બીન હરીફ વિજેતા મળી હતી તેથી ભાજપને ૩પ બેઠકો ૧ અપક્ષ વિજેતા જાહેર કરાયા હતા. અપક્ષમાં વોર્ડ નંબર ર માં રસીદાબેન સમીરભાઇ ભીસ્તી (૧૦૩૪)મતો મેળવી વિજયી થયા હતા.

ઉના નગર પાલીકાના પુર્વ પ્રમુખ તથા પુર્વ ધારાસભ્ય કાળુભાઇ સી.રાઠોડે રાજકીય ચાણકય નીતી અપનાવી ઉના નગર પાલીકાને કોંગ્રેસમુકત કર્યુ હતું. ગત ટર્મમાં કોંગ્રેસને એક બેઠક મળી હતી.

ભાજપના વિજેતા થયેલા ઉમેદવારોમાં સૌથી વધુ મતો વોર્ડ ૭માં અપેશભાઇ કાનજીભાઇ બાંભણીયાને ર૩૮૦ મતો મળેલ છે. (ર) અબ્દુલ ઉસ્માન શેખ (૧ર૪૭) (૩) ફતુમા સમીરશા શામદાર ૧૧૩૯ (૪) રીયાઝ મહમદ રફીક કાસમાણી (૧૧૪૧) (પ) સલીમ ઉસ્માન (૧પ૪૯) (૬) મેહબુબ અલી કચરા (૧૭ર૦) (૭) હંસાબેન પરસોતમભાઇ પાનસુરીયા (૧૧૪૭) ૮) મનીષાબેન હરેશભાઇ જોષી (૧ર૬૯) (૯) ધીરૂભાઇ મણીલાલ છગ (૧૩૩પ) (૧૦) ઇશ્વરલાલ કે.જેઠવાણી (૧૩૦૦) (૧૧) આશીષ ગુણવંતભાઇ રૂપારેલ (૧૭૦ર) (૧ર) રૂપેશ હરકીશનભાઇ શાહ (૧૪૮૦) (૧૩) પરેશ બાબુભાઇ બાંભણીયા (ર૧૩૦) (૧૪) ભાવીકાબેન ભાવેશ બાંભણીયા (૧૯૧૪) (૧પ) રૂકશાના સીદુખા પઠાણ (૧૩પ૦) મત મેળવી વિજેતા થયા હતા.

અગાઉ ભાજપના ૨૦ ઉમેદવારો બીન હરીફ વિજેતા થયા હતા. તેના નામ (૧) અસ્મીતાબેન મહેશભાઇ બાંભણીયા (ર) સોનાબેન રામજીભાઇ વાજા (૩) મોહમદ સોહીલ હનીફ (૪) નિહાદ યુસુફભાઇ બ્લોચ (પ) બીનાબેન સન્નીભાઇ ચૌહાણ (૬) મીનાબેન કેતનભાઇ દેશાઇ (૭) જલ્પાબેન જેન્તીભાઇ બાંભણીયા (૮) ઉષાબેન હિેતેષભાઇ દુધાત (૯) નીલેશભાઇ છગનભાઇ વાજા (૧૦) વિજયભાઇ કાળુભાઇ રાઠોડ (૧૧) રસીલાબેન કાનાભાઇ બાંભણીયા (૧ર) ચેતનાબેન ઘનશ્યામભાઇ જોષી (૧૩) સવીતાબેન રમેશભાઇ સોલંકી (૧૪) દર્શનાબેન મયંકભાઇ જોષી (૧પ) મનોજભાઇ છગનભાઇ બાંભણીયા (૧૬) ચંદ્રેશભાઇ નવલભાઇ જોષી (૧૭) હર્ષાબેન ભોલુભાઇ રાઠોડ (૧૮) જયાબેન બાબુભાઇ ડાભી (૧૯) ગીરીશભાઇ છગનભાઇ પરમાર (ર૦) રાજેશ ભારથી કિશોરભારથી ગોસ્વામી બીનહરીફ થયા હતા.

આ ચુંટણીમાં પાંચ વોર્ડમાં ૨૬૪ મતદારોએ એક પણ ઉમેદવાર ગમતો નથી તેથી નોટામાં મતદાન કરેલ હતું.

ઉના નગર પાલીકાને ભાજપે જાળવી રાખી છે. હવે ૩પ ઉમેદવારો નગર પાલીકાના પ્રમુખને ચુંટશે આ વખતે મહિલા અનામત પ્રમુખની અઢી વરસની છે તેવી માહીતી મળે છે.

૩પ ઉમેદવારો ભાજપનાં વિજેતા બનતા નગર પાલીકા ભવને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને હાર પહેરાવી વિજય ઉત્સવ મનાવેલ હતો.

(12:05 pm IST)
  • રશીયન વેકસીન મહિનો- દોઢ મહિનામાં મળતી થઇ જશે : નેશનલ કોવિડ ટાસ્‍ફ ફોર્સના ડો.એન.કે. અરોરાએ કહ્યું છે કે રશીયાની સ્‍પુટ નિક-ફાઇવ કોરોના વેકસીન ૪ થી ૬ અઠવાડીયામાં ભારતમાં મળતી થઇ જશે access_time 11:00 am IST

  • દેશમાં રસીકરણ અભિયાને ઝડપ પકડી : અત્યાર સુધીમાં 1.54 કરોડ લોકોએ રસી લીધી : પીએમ મોદીની અપીલની દેખાઈ અસર :છેલ્લા બે દિવસમાં રસીકરણ માટે અંદાજે 50 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું access_time 12:57 am IST

  • કોરોનાના લીધે વેરામાં કોઈપણ જાતનો વધારો કરવામાં નહિં આવે : ઉર્જામંત્રી સૌરભ પટેલની જાહેરાત access_time 3:44 pm IST