Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ઉના પાલીકામાં સૌથી નાની વયના ઉમેદવાર ભાજપના અલ્પેશભાઇ બાંભણીયાનો ભવ્ય વિજય

(નીરવ ગઢીયા દ્વારા) ઉના, તા., ૩: પાલીકામાં સૌથી નાની વયના ઉમેદવાર ભાજપના અલ્પેશભાઇ બાંભણીયાનો ર૩૮૦ મતથી વિજેતા થયેલ છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ ભાજપને યુવાન ઉમેદવારી આપવામાં નિર્ણય કરવામાં આવ્યો હતો અને યુવા કોળી સંગઠનના પ્રમુખ અલ્પેશભાઇ બાંભણીયાને ટીકીટ મળતા તેવો ઉના નગરપાલીકાના સૌથી નાના અને યુવા ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી અને સૌથી નાના અને સૌથી વધુ ર૩૮૦ મતથી વિજેતા થતા તેમના મિત્રો સહીત તેમના ભવ્ય વિજયને વધાવી લીધો હતો એમ ૩૬ ઉમેદવારમાં સાથે વધુ મત લેનાર અલ્પેશભાઇ બાંભણીયાને લોકોએ હારતોરા સાથે વધાવી લીધા હતા.

(12:02 pm IST)