Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

લીંબડીમાં એક જ રાત્રીમાં ૧૯ દુકાનોના તાળા તૂટયા

લાખો રૂપિયાની રોકડ અને વસ્‍તુઓની ચોરી કરી તસ્‍કરો પલાયન : વેપારીઓએ બજાર સ્‍વયંર્ભુ બંધ રાખી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩: સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડીના જુના બસ સ્‍ટેન્‍ડ રોડ ઉપર આવેલી મુખ્‍ય બજારોની એકસાથે ૧૯ દુકાનોનાં તાળાં તોડી અને વસ્‍તુ રોકડ રકમની ચોરી કરી તસ્‍કરો દ્વારા કરવામાં આવી છે જેમાં એક રાત્રિ દરમિયાન ૧૯ દુકાનોનાં તાળાં તસ્‍કરો દ્વારા તોડ્‍યા છે રોકડ રકમ વસ્‍તુની ચોરી કરી અને હાલમાં તસ્‍કરો પલાયન થઈ જવા પામ્‍યા છે ત્‍યારે વેપારીઓમાં રોષની લાગણી વ્‍યાપી જવા પામી છે.

 

લીંબડી જુના બસ સ્‍ટેન્‍ડ રોડ ઉપર આવેલી મુખ્‍ય બજારની દુકાનો માં એક સાથે રાત્રિ દરમિયાન ૧૯ દુકાનોના તાળા તૂટ્‍યા હોવા છતાં પણ આજુબાજુના લોકોને આ બાબતની કોઈ પણ જાતની જાણ નથી ત્‍યારે ચોરી કરનાર તસ્‍કરોની આખી ગેંગ હોવાની આશંકા હાલમાં વર્તાઈ રહી છે એક સાથે ૧૯ દુકાનોના તાળા તસ્‍કરો દ્વારા તોડી અને ચોરીનો ગુનો આચરવામાં આવ્‍યું હશે ત્‍યારે એક બે વ્‍યક્‍તિ એક સાથે અને એક રાત્રિમાં ૧૯ દુકાનના તાળા તોડી શકે નહીં તેના કારણે સ્‍પષ્ટ લાગી રહ્યું છે કે ચોરી કરનાર રાજયવ્‍યાપી ગેંગના સાગરિત હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

વહેલી સવારે વેપારીઓને આ બાબતની જાણ થતા મુખ્‍ય બજારની દુકાનો ના વેપારીઓ દ્વારા સ્‍વૈચ્‍છિક બંધ રાખવામાં આવી છે આ કિસ્‍સો લીંબડી ખાતે ટોક ઓફ ધ ટાઉન બની જવા પામ્‍યો છે.

બીજી તરફ રેડીમેટ કપડા વાસણની દુકાનો કપડાંની દુકાનો પાનના ગલ્લાઓ ખાણીપીણીની દુકાનો સહિતની દુકાનોમાં તસ્‍કરો દ્વારા રાત્રી દરમિયાન તાળાઓ તોડી પ્રવેશ મેળવી લાખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે.

સુરેન્‍દ્રનગરના લીંબડી માં એક સાથે જૂના બસ સ્‍ટેન્‍ડ રોડ ઉપર આવેલી મુખ્‍ય બજારમાં ૧૯ દુકાનોના તાળા તૂટ્‍યા છે તેને લઈને આ બાબતની જાણ વેપારીઓએ પોલીસને કરવામાં આવતા લીમડી પોલીસ તાત્‍કાલીક દ્યટના સ્‍થળે દોડી જવા પામી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્‍યારે દુકાનોના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુના મુખ્‍ય ફૂટેજ લઈ અને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા છે ત્‍યારે ચોરી કરનાર તસ્‍કરો લીમડી હાઇવે ઉપર ભાગ્‍યા હોવાની આશંકા પોલીસને હોવાના કારણે હાલમાં વિવિધ હાઈવે કોર્ડન કરી અને તપાસની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

(11:47 am IST)