Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

વઢવાણઃ કાર પલ્ટી જતા મોત

વઢવાણ તા. ૩ : જસવંતલાલ પોપટલાલ ગાંધી કારમાં રાજકોટ જતાં રસ્તાતમાં મોરવાડ ગામે મહાસતીજીનાં દર્શન કરી રાજકોટ તરફ જતાં ડ્રાઇવરનું સ્ટેડરીંગ પરનું કાબુ ગુમાવી બેસતાં કાર પલટી ખઇ જતાં ડ્રાઇવરે હિંમતભેર કારની બહાર નીકળી જસવંતલાલ પોપટલાલ ગાંધી તેમજ તેમના પત્નીલ કોકીલાબેન જસવંતલાલ ગાંધી ને પણ કારની બહાર કાઢી ૧૦૮ ને ફોન કર્યો હતો. તુરત જ ૧૦૮ પહોંચતા તેમને લીંબડી આર.આર. હોસ્પી૮ટલ લીંબડી ખાતે ખસેડવામાં આવેલ હતાં. કોકીલાબેનને ફેકચર હોવાથી સુરેન્દ્રનગર રીફર કરવામાં આવેલ તથા જસવંતભાઇને વધારે ઇજા થતાં તેમને ડો.ડાભી સાહેબ પાસે ખસેડવામાં આવેલ હતાં. પરંતુ તેમને વધારે ઇજા પામતાં નજીકનાં ટ્રોમા સેન્ટડર ખાતે લઇ જવાની જરૂર પડતાં ડો.ડાભીએ તેમને નજીકનાં ટ્રોમા સેન્ટ ર ખાતે જવા કહેલું. લીંબડીમાં ટ્રોમા સેન્ટરર હોવા છતાં બંધ હાલતમાં છે.

લીંબડી નજીકનાં અકસ્મારતોમાં આવા દર્દિઓને સરકારી આર.આર.હોસ્પિાટલમાં સારવાર અર્થે આવી હાલાકીનો સામનો કરવો પડે છે. તથા આવા મુશ્કે્લીનાં સમયમાં તાત્કારલીક સારવાર ન મળતાં દર્દિ મૃત્યુ પણ પામે છે. જસવંતલાલ પોપટલાલ ગાંધીને પણ આવી હાલાકીનો સામનો કરતાં સુરેન્દ્રવનગર લઇ જવાની ફરજ પડી તે દરમ્યાાન સુરેન્દ્રલનગર જતાં રસ્તાલમાંજ તેમનું અવસાન નિપજયું હતું.

(1:05 pm IST)