Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

અમરેલીના હઠિલા હનુમાન મંદિરમાં ૧૨ હજારની ચોરીઃ છત્તર, મુગટ ઉઠાવી ગયા

અમરેલી તા. ૩ : હઠીલા હનુમાન મંદિરમાં મઘ્યરાત્રીના સયમે ચોરી થઇ હતી જેમાં તસ્કરોએ રોકડ, ચાંદીનું છતર જેવા આભુષણની તસ્કરી કરી નાસી ગયા હતા. આ વિસ્તારમાં અવાર નવાર નાની મોટી ચોરી થતી હતી પણ કોઇ પણ પ્રકારની ફરિયાદ થતી ન હતી.

અમરેલી સવજી પરા રોડ ઉપર આવેલ હઠીલા હનુમાનના મંદિરમાં ગત રાત્રી દરમીયાન કોઇ અજાણ્યા તસ્કરો મંદિરના તાળા તોડી અંદર પ્રવેસ કરી અંદર રાખેલ મુદ્દામાલ પાદુકા, મોટુ છતર, નાનુ છતતર, ચીલર, સ્થાપનાનો મુગટ, દાન પેટી, શેત્રજી, બે ટેબલ, મોટુ છતર અંદાજીત એમ કુલ રૂ.૧૨૩૮૦ના મુદ્દામાલની કોઇ તસ્કરો ચોરી કરી મુદ્દામાલ લઇ ગયાની ફરિયાદ હઠીલા હનુમાનના પુજારી અતુલભાઇએ નોંધાવતા પોલીસે તજવીજ હાથધરી છે.

ફેકટરીમાંથી માલ મંગાવીને છેતરપીંડી

બાબરા તાલુકાનાં ઉંટવડ પાસે કિશોરભાઇ કાનજીભાઇ હડીયા રે.જસદણવાળાની કેવીન પીવીસી ફેકટરીમાંથી સુરતનાં કિર્તી રાખોલીયા ઉર્ફે અમિત પટેલે એન.ઇ.એફ.ડી.દ્વારા રૂ.૨૧ હજાર જમા કરાવી ૧૦ લાખ ૪૮ હજારનો માલ મંગાવી ૧૦ લાખની ખોટી એન.ઇ.એફ.ડી.વોટ્સએપમાં મોકલી છેતરપીંડી કર્યાની ફરીયાદ બાબરા પોલીસમાં કિશોરભાઇ કાનજીભાઇ હડીયાએ નોંધાવતા આ બનાવની તપાસ પી.એસ.આઇ. એચ.એમ. રામાવત ચલાવી રહયા છે.

પારકા ઝગડામાં વચ્ચે પડતા જીવલેણ હુમલો

ચલાલા દાનેવ સોસાયટી જવાને રસ્તે અશોક મનેભાઇ સોલંકી સાથે વિજય ધનજી પરચુડા, અમરૂ ભુરા વાળા, અજય ધનજી પરચુડા કોઇ બાબતે જગડો કરતા હોય અને રહીમભાઇના મોટાભાઇની દુકાન અંદર આવતા ઝગડો નહિં કરવા જણાવેલ અને દુકાનમાંથી નીકળી બહાર ગયેલ અને ફરી જગડો કરતા સમજાવવા જતા રહીમભાઇના મોટાભાઇને માથામાં લોખંડનો પાઇપ મારી જીવલેણ હુમલો કરતા રહીમભાઇ આદમભાઇ કાલીયાએ વિજય ધનજી સહિત ત્રણ સામે ચલાલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ખુનની કોશીશ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આ બનાવની તપાસ પી.એસ.આઇ. બી.વી.બોરીસાગર ચલાવી રહયા છે.

(12:59 pm IST)