Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

જસદણમાં બે બાઇક સામ-સામે અથડાતાં ચાર યુવાનોને ઇજા

એકમાં મોહિત અને સામેના બાઇકમાં ત્રણ યુવાનો ભાવેશ, અરવિંદ અને જીજ્ઞેશ સવાર હતાં

રાજકોટ તા. ૩: જસદણમાં કોળી યુવાનના બાઇક સાથે સામેથી આવેલુ ત્રણ સવારીવાળુ બાઇક અથડાતાં ચાર યુવાનોને ઇજા થઇ હતી.

જસદણ રહેતો મોહિત વિજયભાઇ ચાવડા (ઉ.૧૯) નામનો યુવાન રાત્રે દસેક વાગ્યે જસદણની ચંદ્રકાંત ટોકિઝ પાસેથી પોતાનું બાઇક હંકારીને નીકળ્યો ત્યારે સામેથી ત્રણ સવારી વાળુ બાઇક અથડાતાં પોતે ફંગોળાઇ જતાં ઇજા થઇ હતી. સામેના બાઇકના ત્રણ યુવાનો બાબરાના સુખપરના ભાવેશ ધીરૂભાઇ ઝાપડીયા (ઉ.૧૮), અરવિંદ મનસુખભાઇ શેખ (ઉ.૧૮) અને જીજ્ઞેશ સોમાભાઇ ઝાપડીયા (ઉ.૧૮)ને પણ ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના પ્રમોદભાઇ જોષી અને રવિભાઇ ગઢવીએ મોહિતના પિતા વિજયભાઇનું નિવેદન નોંધી જસદણ પોલીસને મોકલ્યું છે.

(11:29 am IST)