Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ભાવનગર : ભરતભાઇ શેઠની ગુજરાતની ટેકસ કમિટિના સભ્યપદે વરણી

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ટેક્ષેસન કમીટીના ચેરમેન ટેકસ એડવોકેટ તથા વેટ જીએસટી કાયદાના પુસ્તકોના લેખક ભરતભાઇ એલ.શેઠની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ૨૦૧૯-૨૦ની ટર્મ માટે ઇન ડાયરેકટ ટેક્ષ કમીટીના સભ્ય તરીકે વરણી થયેલ છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં સતત પાંચમી વાર ભાવનગરના ટેક્ષ એડવોકેટ કમીટી મેમ્બર તરીકે વરણી થતા ભરતભાઇને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યોએ શુભેચ્છા પાઠવેલ છે.

(11:53 am IST)