Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

ડુમિયાણી ટોલ પ્લાઝા સામે હવે તબ્બકાવાર આંદોલન

ધોરાજી-ઉપલેટા તા. ૩ : પોરબંદરથી રાજકોટ ૧૮૦ કિલોમીટરની અંદર ચાર ચાર ટોલ પ્લાઝા જો ઘરનું વાહન લઇને જાવ તો સોના કરતા ઘડામણ મોંઘી જેવો ઘાટ થાય તેમાંયે સૌથી વધુ ટેકસ ડુમિયાણી ટોલનો પોરબંદરથી  રાણાવાવ રાણાકંડોરણા કુતિયાણા, ઉપલેટા ધોરજી જેતપુર વિરપુર ગોંડલ અનેરાજકોટ સહીતના શહેર અને તાલુકાના વાહન ધારકો સામે ચાર ટોલ પ્લાઝા દ્વારા લુંટ ચલાવે છે અને છેલ્લા ર૦ ર૦ વર્ષ થયા લોકો મુંગા મોઢે ટેકસ ચુકવે છે એ કર્યાનો ન્યાય ? આ બાબતે વાહન ચાલકોનો શખ્ત વિરોધ થતા તેની સામે એક સમીતી બનાવામાં આવી અને ગોંડલ સ્ટેટના શિક્ષીત અને જાગૃત ઉપલેટાના આગેવાનોએ સંગઠીત થઇ આંદોલનની આગેવાની લીધી છે.

સમીતી દ્વારા ટોલ સામે તબ્બાકાવાર આંદોલન શરૂ થશે પ્રથમ સમીતીના સભ્યો ટોલની ર૦ કિલોમીટર ત્રિજીયામાં આવતા ઉપલેટા ધોરાજી શહેર અને ગામડાના આગેવાનોને રૂબરૂ મળવા જશે અને તેમને ગેરકાયદેસર ઉઘરાવાતા અસહય ટોલ બાબતે માહીતી આપી આંદોલનમાં સહકાર આપવા અપીલ કરશે ત્યારબાદ આ સમીતીના સભ્યો રાજકોટ રૂબરૂ જઇ ટોલ પ્લાઝા અને હાઇ વે ઓથોરેટીના અધિકારીઓ અને કલેકટરશ્રીને લેખીત મૌખીક રજુઆતો કરશે.

આ આંદોલન દિવસે દિવસે ખુબજ મજબુત થતુ જાય છે. હવે આ આંદોલન એક લોક આંદોલન બની ગયું છે જેમાં તમામ રાજકીય પક્ષોના તમામ જ્ઞાતિના આગેવાનો અને જુદા જુદા એશોસીએશનો અને શહેર અને ગામડાની સામાજીક સેવાકીય ધાર્મિક સહિતની સંસ્થાએ પણ પોતાનું લેટર પડે આપી આંદોલનને ટેકો જાહેર કરેલ છે.

ધોરાજી અને ઉપલેટામાં વચ્ચેનું અંતર ર૦ કિલોમીટરથી પણ ઓછુ છે અને આ ટોલનાકુ ર૦ વર્ષથી અસ્તિત્વમાં છે ટોલનાકાનો કોન્ટ્રાકટર બદલાય એટલે ટેકસના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવે છ વચ્ચે થોડા સમય માટે ધોરાજી અને ઉપલેટાના રહીશો માટે લોકલ ગણી સામાન્ય ટેકસ વસુલાતો હતો ર૦ રૂપિયા જેવી રકમનો ટેકસ આજે લગભગ ૯પ રૂપિયા એટલે ધોરાજીથી ઉપલેટા જઇ પરત ફરે એટલે વાહન ચાલકોને ૧૯૦ રૂપિયાનો ચાંદોલ ટોલના કે ચુકવવો પડે

ધોરાજી ઉપલેટા એકજ વિધાનસભા વિસ્તારમાં આવેલા બેશહેરો છે અને પરસ્પર વ્યવસાયિક રીતે અને સામાજિક રીતે જોડાયેલા શહેરો છે ત્યારે અસહ્ય ટોલ ટેકસ પ્રજાજનો માટે પરેશાની રૂપ થઇ રહ્યો છે.

ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ અનેવિવિધ રાજકીય, સામાજિક અને વેપારી સંસ્થાઓ આ ટોલનાકુ નાબુદ કરવા એકજુથ થઇ વિરોધ પ્રગટ કરી રહ્યું છે. ત્યારે ધોરાજીના રાજકીય, સામાજિક આગેવાનો સસ્થાઓ, વેપારી સંસ્થાઓ આ મામલે મૌન સેવી બેઠું છે.  શું ધોરાજીની જનતાને આ રાક્ષસી ટોલ ટેકસમાંથી ઉગારવા શહેરના આગેવાનોની ફરઝ નથી તેવી ચર્ચા શહેરમા ઉઠવા પામી છે.

(11:49 am IST)