Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વિદેશથી કચ્છ આવતાં પ્રવાસીઓની તપાસ : ઓમિક્રોન સામે તંત્ર સજજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨ : ઓમિક્રોન વાયરસ સામે સજજ રહેવાની સરકારની સૂચનાને પગલે કચ્છનું તંત્ર સાબદું બન્યું છે. કચ્છના જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢકે મીડિયાને જણાવ્યું હતું કે, વિદેશથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ કચ્છ આવી રહેલા ૯ પ્રવાસીઓની તપાસ કરાઈ હતી. જે નેગેટિવ હોઈ તેઓ એકાદ બે દિ'માં વતન કચ્છ આવશે. પરંતુ અહીં કચ્છમાં આરોગ્ય ટીમ રોજ તેમના ઘેર જઈ આરોગ્ય તપાસ સાથે રેપિડ ટેસ્ટ કરશે.

આ વિદેશી પ્રવાસીઓને ફરજિયાત હોમ કવોરેન્ટાઈન રહેવું પડશે, ૮ દિવસ પછી તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાશે જે નેગેટિવ આવશે તો જ તેમને બહાર જવા દેવાશે.

(10:17 am IST)