Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

સ્મૃતિ ઇરાનીની લાઠી, ગઢડા, રાજકોટમાં હંસરાજ આહિરની લોડવામાં જાહેરસભા

રાજકોટ તા. ૨ : વિધાનસભા ચુંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર વેગવંતો થયો છે. આજે બપોરે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની લાઠીના ચાવંડ ગેઇટ, કલાપી હાઇસ્કુલ પાસે, જ્યારે ગઢડામાં બપોરે પટેલ સમાજની વાડી ખાતે જાહેરસભા યોજાશે. જ્યારે સાંજે ૪ વાગ્યે ન્યુ રોયલ ફેર ગ્રાઉન્ડ, નાના મૌવા સર્કલ રાજકોટ ખાતે સ્મૃતિ ઇરાની જાહેરસભા સંબોધશે. સાંજે ૬ વાગ્યે સુત્રાપાડા તાલુકાના લોડવા ખાતે કેન્દ્રીય મંત્રી હંસરાજ ગંગારામ આહિરની જાહેરસભા યોજાઇ છે.

 

(11:55 am IST)