Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

મોવિયામાં ચાલે છે રામનામ લેખનની બેંક ૧૧૯ ગામમાં ૩૦૦ બ્રાંચમાં રામનામ લખાય છે

આપણી એક અનોખી બેંક વિશે જાણો!!

ગોંડલ તા. ૨ : ગોંડલ તાલુકાના મોવિયા ગામના નિવૃત માર્કેટ યાર્ડના કર્મચારી દ્વારા છેલા બે વર્ષ એક અનોખી બેંક ચલાવવા માં આવી રહી છે 'રામ નામ લેખન'ની આ બેંક ૧૧૯ ગામ માં ફેલાયેલ છે અને તેની ૩૦૦ થી પણ વધુ બ્રાંચ આવેલ છે, ૫૫ હાજર થી વધુ બુક નું વિતરણ કરી ચૂકેલ આ બેંક દ્વારા લખાયેલ ૧૦ હાજર બુક ભંડોળ નું ચિત્રકૂટ ધામ ખાતે સ્ટોરેજ પણ કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના મોવિયા ગામે રહેતા અને ગોંડલ માર્કેટ યાર્ડમાં ઇન્સ્પેકટરથી નિવૃત થયેલ પ્રવીણભાઈ કાલરીયા દ્વારા એક અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. તેઓ દ્વારા દાતાઓના માધ્યમથી રામ નામ લખી શકાય તેવી બુક નું પ્રિન્ટીંગ કરવામાં આવ્યું છે આ કાર્ય ને તેઓ એ રામનામ લેખન બેંક આપ્યું છે બે વર્ષ થી ચાલતા આ સેવા યજ્ઞમાં ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના ૧૧૯ ગામોને જોડવામાં આવ્યા છે આ બેંકની ૩૦૦ શાખાઓ પણ ખોલવામાં આવી છે બુકમાં લેખન પૂરું થાય એટલે ત્યાંથી તુરંત નવી બુક મળી જાય છે, છેલા બે વર્ષમાં ૫૫ હજારથી પણ વધુ બુકો પ્રિન્ટ કરાવવા માં આવી છે ૧૦ હાજર બુકમાં લેખન કાર્ય પૂર્ણ થતા ચિત્રકૂટ ખાતે આવેલ રામદાસ બાપુ આશ્રમમાં જમા કરાવવા માં આવેલ છે, આ બુક માં રામ, કૃષ્ણ, શ્રીજી, રાજ તેમજ અલ્લા પણ લખી શકાય છે આ કાર્યમાં ઘણા મુસ્લિમ ભાઈઓ પણ જોડાયા છે, આ બેંક દ્વારા સ્વાઇન ફલુના ટીપા, હોમિયોપેથીક દવાના કેમ્પો સહિતની સેવા પણ કરવામાં આવતી હોય છે.

(11:54 am IST)