Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

વાડઘરીમાં બી ખાઇ જતાં ચાર બાળકોને ઝેરી અસર

રાજકોટ તા. ૨: ગોંડલના વાડધરીમાં રમતાં-રમતાં ચાર બાળકો કોઇ બી ખાઇ જતાં ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વાડધરી રહેતાં વસંત બારેલાની પુત્રી સપના (ઉ.૩), કમલ બારેલાનો પુત્ર વિશાલ (ઉ.૩) અને હીરા બારેલાનો પુત્ર અમિત (ઉ.૮) તથા પુત્રી રોશની (ઉ.૯) ગત સાંજે ચારેક વાગ્યે ધીરુભાઇ ભરવાડની વાડીએ રમતાં-રમતાં કોઇ બી ખાઇ જતાં ઉલ્ટીઓ થવા માંડતા ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાર્યવાહી કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. (ફોટોઃ ભાવેશ ભોજાણી)

(11:37 am IST)