Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

જુનાગઢ માર્શલ આર્ટ ઓફ એકેડમીના રપ વિદ્યાર્થીઓ નેશનલ કરાટેમાં મોખરે

રવિ ધીરેનભાઇ કારીયા સહિતના છાત્રોને ર ગોલ્ડ, ૩ સિલ્વર મેડલો અર્પણઃ પત્રકાર પરિષદમાં વિગતો આપતા સંચાલકો

જુનાગઢ તા.ર : જુનાગઢના માર્શલ આર્ટ એકેડમી ઓફ ઇન્ડિયાના ૧૬ વિદ્યાર્થીઓ તાજેતરમાં મહાબળેશ્વર ખાતે યોજાયેલ. ર૪મી નેશનલ કરાટે ચેમ્પીયનશીપમાં જોડાઇને ર ગોલ્ડ, ૩ સિલ્વર અને ૧૧ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૧૯ મેડલો મેળવી નેશનલ લેવલે જુનાગઢનું તથા ગુજરાતનું નામ રોશન કર્યુ છે.

તાજેતરમાં તા.ર૩ થી તા.ર૬ નવેમ્બરના રોજ મહાબળેશ્વર ખાતે ર૪મી નેશનલ કરાટે ચેમ્પીયનશીપ યોજાઇ હતી. જેમાં રર રાજયોમાંથી ૧૬૩ર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં જુનાગઢના માર્શલ આર્ટ એકેડમી ઓફ ઇન્ડિયાના રપ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાંથી ૧પ વિદ્યાર્થીઓએ નેશનલ લેવલની આ કરાટે ચેમ્પીયનશીપ સ્પર્ધામાં વિવિધ રાજયોના સ્પર્ધકો સાથે બાથ ભીડી અને ર ગોલ્ડ, ૩ સિલ્વર અને કુલ ૧૧ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૧૯ મેડલો  અપાવી દેશભરમાં જુનાગઢ તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ હતુ.

ગઇકાલે રાત્રે જુનાગઢના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ગાંધી ચોક ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ તમામ વિદ્યાર્થીઓને કરાટે કલાસીસના સંચાલકોએ વિધિવત મેડલો આપી સત્કાર્યા હતા.

માર્શલ આર્ટ એકેડમી ઓફ ઇન્ડિયાના સંચાલક સુમીતભાઇ સોમૈયા (ચીફ ઇન્સ્ટ્રકટર ગુજરાત) તથા આકાશ સોમૈયા (વાઇસ ઇન્સ્ટ્રકટર)ના માર્ગદર્શન નીચે યોજાયેલ. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને-મહાનુભાવોના હસ્તે મેડલો અર્પણ કરાયા હતા અને નેશનલ લેવલે કરેલી આ કામગીરી બદલ વિદ્યાર્થીઓને વધુ આગળ આવે તેવી શુભકામનાઓ પાઠવેલ.

વિદ્યાર્થીઓને મેડલ આપવાના સત્કારવાના કાર્યક્રમમાં જુનાગઢના અગ્રણી બિલ્ડર હિરેનભાઇ કારીયા, (અમૃત બિલ્ડર), રેખાબેન મુંગરા તથા વેપારી આગેવાન ધર્મેશભાઇ લાલવાણી તથા સોમૈયાભાઇ હસ્તે તમામ વિદ્યાર્થીઓને મેડલો અપાયા હતા.

પ વર્ષના બાળકોથી લઇ ૩૪ વર્ષના યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ર૪મી નેશનલ કરાટે ચેમ્પીયનશીપમાં મેડલ મેળવેલ વિદ્યાર્થીઓની યાદી (૧) વિશ્વમ રેનીસભાઇ પરમાર-ગોલ્ડ મેડલ (ર) રવિ ધીરેનભાઇ કારીયા-એક ગોલ્ડ એક સિલ્વર (૩) વૈષ્નવી હિમાંશુ જોગીયા -એક સિલ્વર, એક બ્રોન્ઝ (૪) નિરાલી દિલીપ કાપડી એક સિલ્વર મેડલ (પ) નિશાર અનિલ સોનીગ્રા-એક સિલ્વર, (૬) શ્રેયાંસ જયભાઇ દરે-એક બ્રોન્ઝ મેડલ (૭) કાર્તિક નિલેશ દરે-બ્રોન્ઝ મેડલ (૮) દિવ્યેશ નરેન્દ્ર ચૌહાણ-બ્રોન્ઝ મેડલ (૯) પાર્થિશ હરેશ શર્મા-બે બ્રોન્ઝ મેડલ (૧૦) હિરેન ચંદ્રકાંત રૂપારેલીયા બ્રોન્ઝ મેડલ (૧૧) રીનાબેન પરબત સોલંકી બ્રોન્ઝ મેડલ (૧ર) નિરમ રેનીશ પરમાર બે બ્રોન્ઝ મેડલ (૧૩) રૂદ્ર સત્યમ મહીડા સેકન્ડ બ્રોન્ઝ (૧૪) ખુશ હીરેન રૂપારેલીયા સેકન્ડ બ્રોન્ઝ (૧પ) હર્ષિલ મેહુલ મકવાણા સેકન્ડ બ્રોન્ઝ આ ઉપરાંત કિંજલ લાલદાણી, સૌરવ મકવાણા, મિહીર મકવાણા, ઇશાન મહેતા, હેમાંગ મકવાણા, આઝાદ ચાવડા, પરમ કારીયા, આરૂન, વત્સ સહિતનાઓ પણ ભાગ લેવા ગયા હતા.

(11:35 am IST)