Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

ભુજની સંસ્થા સહજીવનની યુવા મહિલા કર્મચારીએ જાતીય સતામણીની ફરિયાદ કરતા ખળભળાટ

સહજીવનના ડો.જય હરિ, નિમેષ મોહનલાલ ગોર, ભાવેશ રશ્મિકાંત સોની વિરૂધ્ધ જાતીય સતામણી અને અશ્લીલ હરકતની ફરિયાદ

ભુજ તા.ર : કચ્છમાં પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી અને બન્ની પશુમેળાનું આયોજન ગોઠવતી સહજીવન સંસ્થાના ત્રણ લોકો વિરૂધ્ધ જાતીય સતામણીની ફરિયાદે ખળભળાટ સજર્યો છે.

મુળ મુંબઇની અને અહી ઘણા સમયથી સહજીવન સંસ્થામાં કામ કરતી યુવતીએ સહજીવન સંસ્થાના ડો.જય હરિ, નિમેષ મોહનલાલ ગોર અને ભાવેશ રશ્મિકાંત સોનીની વિરૂધ્ધ જાતીય સતામણી અને અશ્લીલ હરકતોની ફરિયાદ કરી છે. પીડીત યુવતીએ ભુજના મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એમ.રાખોલીયાએ તેમની ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કર્યો છે.

એને મહિલા આયોગમાં ઘા નાખ્યા બાદ ડીએસપી સમક્ષ ફરિયાદ કરાયા બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર અને ડોકયુમેન્ટેશન ઓફિસર તરીકે ર૦૧પમાં જોડાયેલ યુવતીની ફરિયાદ બાદ સહજીવન સંસ્થાએ સ્વીકાર્યુ છે કે ભાવેશ સોની અને નિમેષ ગોર પાસેથી સંસ્થાએ માફી પત્રો લખાવ્યા હતા.

હવે યુવતીના માનસિક સંતુલન સામે આંગળી ઉઠાવતા પીડીતાએ જણાવ્યુ છે કે જો તેણી માનસિક અસ્વસ્થ હોય તો સહજીવન સંસ્થાએ નોકરી કેમ આપી ? હાલ કચ્છની એનજીઓમાં આ ફરિયાદે ખળભળાટ સજર્યો છે.

(11:28 am IST)