Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

સુરેન્દ્રનગર જિલ્લાના ૨૭૦૭ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન

 વઢવાણ - સુરેન્દ્રનગર : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ જિલ્લા ચૂંટણી તંત્ર યુધ્ધના ધોરણે કામગીરી કરી રહયું છે. ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન સતત ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડઝના જવાનો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી. જેમાં આજે જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે પોસ્ટલ બેલેટથી ૨૭૦૭ જેટલા જવાનોએ મતદાન કર્યું હતું. દસાડા વિધાનસભાની બેઠક માટે ૧૧૩ પોલીસ/અધિકારી/કર્મચારી, ૨૦૮ હોમગાર્ડઝના જવાનો અને ૩૭ ગ્રામ રક્ષક દળના જવાનો સહિત ૩૫૮ જવાનોએ મતદાન કર્યું હતું. જયારે લીંબડીમાં સૌથી વધુ ૨૦૬ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ, ૨૬૨ હોમગાર્ડઝના જવાનો, ૪૦ ગ્રામ રક્ષક દળના જવાનો સહિત ૫૦૮ જવાનોએ મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

 

(9:43 am IST)