Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કચ્છ-મોરબી અને ગોંડલમાં ધરતીકંપના આંચકાથી લોકોમાં ભય

રાજકોટ, તા. ર :  રાજકોટ સ્હિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દરરોજ ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.

રાજકોટ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના હળવા આંચકા નોંધાઇ રહ્યા છે ગોંડલ નજીક કાલે હળવો આંચકો નોંધાયો હતો. કચ્છ હાઇ રિસ્ક ઝોનમાં આવે છે જયારે સૌરાષ્ટ્રમાં ફોલ્ટ લાઇન લાંબા સમયથી એકટીવ થઇ છે. આ અંૈગે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્રનાં પેટાળમાં ફોલ્ટ લાઇન સક્રિય થઇ છે પણ તેમાં ચિંતાનું કોઇ કારણ નથીથ કોઇ નવી ફોલ્ટ લાઇન એકટીવ નથી થઇ પરંતુ જુની ફોલ્ટ લાઇન છે તે પટ્ટા પરથી જ હળવા આંચકા આવી રહ્યા છે.

ભૂકંપ ઝોન-પમાં આવતા કચ્છ જિલ્લામાં ૪.૧ ની તીવ્રતાનો આંચકો કાલે રવિવારે સવારે ૮-૧૮ વાગ્યે પૂર્વ કચ્છમાં અનુભવાયો હતો આ ઉપરાંત અન્ય બે હળવા આંચકા પણ અનુભવાતાં લોકોમાં ચિંતા ફેલાઇ હતી. ચારેક માસ પહેલા ભચાઉ પાસે પ.૩ ની તીવ્રતાનો આંચકો અનુભવાયા બાદ સમયાંતરે નાના-મોટા આંચકા આવતા જ રહે છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે સવારે ૮-૧૮ વાગ્યે ભચાઉ પાસે ૪.૧ તીવ્રતા સાથે સવારે ૯.૧૪ વાગ્યે ર.૩ તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ઉપરાંત શનિવારે પણ ભચાઉ પાસે કેન્દ્રબિંુ ધરાવતા ૩.૧ની તીવ્રતા સહિતનાં ૪ આંચકા આવ્યા હતા. જેથી વાગડવાસીઓમાં ચિંતા ફેલાઇ હતી.

કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળોએ ભૂકંપના આંચકા અનુભવાય હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

(12:52 pm IST)