Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

તાલાલાગીરના શ્રી ઉદાસીન આશ્રમમાં પૂ. સુમીરનદાસબાપુનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

વાંકાનેર તા. ર :.. તાલાલા ગીરમાં આવેલ સુપ્રસિધ્ધ સ્થળ શ્રી બ્રહમેશ્વર મહાદેવ મંદિર શ્રી ઉદાસીન આશ્રમ ખાતે આ પાવન તપોભૂમિમાં તાજેતરમાં ચાર દિવસ સુધી શ્રી ઉદાસીન આશ્રમ તાલાલા ગીરના બ્રહમલીન મહંત પૂજય યાદ  સદ્ગુરૂદેવ શ્રી સુમીરનદાસજી બાપુની મૂર્તિ પ્રાણઃ પ્રતીષ્ઠ મહોત્સવ ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે શાસ્ત્રોક વિધીથી બ્રાહ્મણો દ્વારા તેમજ હાલના મહંત પૂ. શ્રી ગણેશદાસજી મહારાજ શ્રી પાવન નિશ્રામાં તેમજ સંતો - મહંતોની પાવન નિશ્રામાં પૂ. સદ્ગુરૂદેવ શ્રી પૂજય યાદ સુમીરનદાસજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ હતો આ પ્રસંગે અલ્હાબાદથી શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતની નિર્વાણ બડા અખાડાના મહંત પૂજય યાદ શ્રી શ્રી મહેશ્વરાનંદજી મહારાજશ્રી પધાર્યા હતાં. કોરોનાની મહામારી હોય સોશ્યલ ડીસ્ટન્ટ રાખી આ મહોત્સવ સાદાયથી ઉજવાયેલ હતો. પૂ. સદ્ગુરૂદેવ શ્રી સુમીરનદાસજીબાપુની મૂર્તિની પ્રતિમાની તાલાલા શહેરમાં વાજતે - ગાજતે જય જય કારના ધોષની શોભાયાત્રા નીકળેલ હતી. ગુરૂ મહારાજ કી જય, સુમિરનદાસજી મહારાજ કી જય ના નારાથી વાતાવરણ શરણાઇના સુરથી શ્રી ગુંજી ઉઠેલ હતું.

ચાર દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શાસ્ત્રોકત વિધીથી પૂજનવિધિ પૂ. ગુરૂદેવ શ્રીની ભકતજનોએ કરેલ હતી. પૂ. સદ્ગુરૂ દેવ સુમિરનદાસબાપુના દિવ્ય મંદિર રાજસ્થાનના લાલ પથ્થરથી બનેલ છે. અનેક કલાત્મક મંદિર શોભી રહ્યું છે. ચાર દિવસના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બાદ તા. ૩૧ મીના સાંજના મહાપ્રસાદ યોજાયેલ જેમાં વિશાળ સંખ્યામાં ભાવિક-ભકતજનોએ લાભ લીધેલ હતો. પૂ. સદ્્ગુરૂદેવ શ્રી  સુમીરનદાસબાપુએ તાલાલાના ઉદાસીન આશ્રમમાં ખૂબ જ ભજન-ભાવ-કોઠર, તપસ્યો કરેલ હતી, તેઓ પાસે જે કોઇ દશનાર્થે આવે તેમને હરીહર કહેતા તેમના દર્શનથી ભાવિક-ભકતજનો ધન્યતા અનુભવતા એવા દિવ્ય અવતારી સંત સુમીરનદાસબાપુએ પ્રગટાવેલી સેવા અને ધર્મની જયોત આજેય શ્રી બ્રહેમેશ્વર મહાદેવ મંદિર ઉદાસીન આશ્રમમાં ઝળહળી રહેલ છે. ભલે આજે સ્થળ દેહે વિર્ધમાન નથી પરંતુ ભકતોના હૃદયમાં આજે પણ અમર જ છે.... સૌ પર કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. તાલાલા જ નહી પરંતુ આજુબાજુના અનેક માનવીઓને સંત-સેવા અને ધર્મનો માર્ગ પૂ. બાપુએ બતાવેલ છે.

(11:45 am IST)